ભુજ, તા. 2 : પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને સમયસર સારવાર
આપી જીવનદાન અપાય તે હેતુથી તા. 10થી 20 જાન્યુઆરી સુધી રાજ્યભરમાં શરૂ થતા કરુણા અભિયાન-2025
અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠકમાં જિલ્લામાં થનારી કામગીરી અને વ્યવસ્થાની
સમીક્ષા તથા ચર્ચા કરાઇ હતી. કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક અંગે વિગતો
આપતાં કચ્છ પૂર્વ વન વિભાગ નાયબ સંરક્ષક ગોવિંદ સરવૈયાએ જણાવ્યું કે, જિલ્લામાં તાલુકા
મુજબ 16 ઘાયલ પક્ષી કલેકશન સેન્ટર શરૂ કરાશે. ભુજમાં રામધૂન, પશુ દવાખાનું મુંદરા રોડ,
ઇન્દ્રાબાઇ પાર્ક સામે, પશુ દવાખાનું છઠ્ઠીબારી પાસે માધાપર પી.એચ.સી. સેન્ટર, ભચાઉમાં નોર્મલ રેન્જ, ભચાઉ-ગાંધીધામ હાઇવે, ગાંધીધામમાં
ઝંડાચોક, અંજારમાં નોર્મલ રેન્જ કચેરી, મુંદરામાં નોર્મલ રેન્જ કચેરી, માંડવીમાં વન
ચેતના કેન્દ્ર, અબડાસામાં નોર્મલ રેન્જ નલિયા, નખત્રાણા નોર્મલ રેન્જ કચેરી, લખપતમાં
નોર્મલ રેન્જ દયાપર, ઓડેસરમાં નોર્મલ રેન્જ, રાપરમાં દક્ષિણ રેન્જ કચેરી, ડાભુંડા રોડ ખાતે ધોરડો-સફેદ રણમાં પણ ઘાયલ પક્ષી
કલેકશન કરાશે. પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડાએ
ચાઇનીઝ માંજાનો ઉપયોગ અટકાવવા વન વિભાગ તથા પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત કોમ્બીંગ
કરાશે તેવું જણાવ્યું હતું. ભુજ ખાતે સુપાર્શ્વ જૈન સંચાલિત પશુ દવાખાનું, સરકારી પશુ
દવાખાનું, છઠ્ઠીબારી નજીક તથા પશુ દવાખાનું, ભુજ-મુંદરા રોડ, મુંદરા, અંજાર, ગાંધીધામ,
નખત્રાણા, દયાપર, માંડવી, નલિયા, ભચાઉ, રાપર તથા ભીમાસરના પશુ દવાખાના સહિત જિલ્લામાં
13 સારવાર કેન્દ્ર શરૂ કરાશે. લોકો તથા વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે હેતુથી તંત્ર
દ્વારા સાહિત્યનું વિતરણ, જાહેર સ્થળોએ બેનર લગાવવા, ચાઇનીઝ માંજાનો ઉપયોગ ન કરવા શાળા
કક્ષાએ પ્રતિજ્ઞા કાર્યક્રમ સહિત પીજીવીસીએલ
દ્વારા ઉત્તરાયણ પહેલા વીજલાઇન કલેકશન ચકાસણી તથા પર્વ બાદ વીજલાઇન પર લટકતી દોરીઓ
દૂર કરવાની કાર્યવાહી કરાશે. વન વિભાગ દ્વારા દરેક તાલુકામાં 13 કન્ટ્રોલ રૂમ ઊભા કરાશે.
સંપર્ક નંબર ભુજ-02832 227657, 02832 230303, 02832 296912, 99130 29630, 96621
82422, 94262 82370, 97251 73111, લખપત : 02839 233304, 97255 25214, માંડવી :
02834 223607, 99746 02632, અંજાર : 02836 242487, 98250 64869, ગાંધીધામ : 02836
242487, 80006 77778, મુંદરા : 97126 58226, 88492 33727, નલિયા : 02831 222509,
99794 03848, નખત્રાણા : 02835 221259, 96382 17806, રાપર : 02830 220137, 99096
92385, 81282 08474, રાપર (આડેસર) : 02830 296714, 98240 83536, ભચાઉ : 98254
49938, 91064 79484 રહેશે. એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર 1962નો સંપર્ક કરવો. રાજ્યના
તમામ પક્ષી સારવાર કેન્દ્રો દર્શાવતી ઓનલાઇન મેપની લિન્ક સ્વયં સંચાલિત વાઇલ્ડ લાઇફ
હેલ્પલાઇન નંબર 83200 02000માં વોટ્સએપ મેસેજમાં `ઊંઅછઞગઅ' મેસેજથી મળી શકશે. બેઠક અગાઉ અગ્રસચિવ
વન તથા પર્યાવરણ વિભાગની અધ્યક્ષતામાં યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં જરૂરી સૂચન સહિત
કલેક્ટરે આયોજનની રૂપરેખા જણાવી હતી. કલેકશન સેન્ટર પર વન વિભાગ સ્ટાફ, નાયબ પશુપાલન
નિયામક દ્વારા તાલુકા કક્ષાએ 15 પશુ ચિકિત્સક અધિકારી તથા 21 બિન સરકરી સંસ્થાઓના
426 સ્વયંસેવકો સેવા પૂરી પાડશે.