• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

50 વર્ષથી બિદડામાં આરોગ્યસેવા અવિરત, 51મો કેમ્પ યોજાશે

દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 2 : પાંચ દાયકાની આરોગ્યસેવાઓ?થકી દેશ-વિદેશમાં જેનાં ઓવારણા લેવાયાં છે એવા બિદડા સર્વોદય ટ્રસ્ટના ઉપક્રમે કે. એમ. પટેલ આરોગ્ય પરિસરમાં 12મીએ દેશ-દાઝ માટે પ્રેરક મનાતી `રાઝી' ફિલ્મના પટકથા લેખક, પીરામલ ગ્રુપ ડાયરેક્ટર, નિવૃત્ત ભારતીય નેવી કમાન્ડર હરિન્દરસિંઘ?સિક્કા પ્રમુખ અતિથિપદે રહેશે. એ અગાઉ પાંચમી જાન્યુઆરીએ નવનીત ફાઉન્ડેશનના પ્રીતિ-સુનીલ ગાલા અને ડો. મોહન પટેલના મુખ્ય મહેમાનપદે 51મા મેગા મેડિકલ એન્ડ સર્જિકલ કેમ્પને કાર્યરત કરાવવાની સાથે મુખ્ય દાતા માતા રસિલાબેન મહિપાત્રાઇ પરિવાર (તલવાણા-મુંબઇ) સહિત મહાનુભાવોની મોજૂદગીમાં સમારોહ યોજાશે. સંસ્થાના ટ્રસ્ટી અને મેનેજિંગ ડાયરેક્ટર હેમંતકુમાર રાંભિયાએ આપેલી જાણકારી-વિગતો મુજબ 50 વર્ષની મેડિકલ-હેલ્થ સેવાઓ સાથે ફિલ્ડ એન્ડ સર્જિકલમાં વિસ્તરેલી પાંખોની સમાંતરે યોગ, ડાયેટ અને નેચર આયુર્વેદિક ઇન્સ્ટિટયૂટને આધુનિક નિખાર આપવામાં આવી રહ્યો છે. યોગા ઇન્સ્ટિટયૂટર, ડાયેટિશનર વગેરેની જગ્યાઓને લોકભોગ્ય બનાવવામાં આવી રહી છે. કચ્છ યુનિવર્સિટી સાથે આ સંબંધે એમ.ઓ.યુ. કરાયા?છે. નજીકના ભવિષ્યમાં રોબોટિક સેવાઓ પણ ઉપલબ્ધ કરાવાશે. 38 લાખ કરતાં વધુ લાભાર્થીઓને નિદાન-સારવાર-શત્રક્રિયાઓ નસીબ કરાવાઇ છે. ચાલુ વર્ષે 51મો કેમ્પ યોજાઇ રહ્યો છે. 50 વર્ષ દરમ્યાન લાખો લાભાર્થીઓને આવરી લેવાયા?છે. આગામી 12મી જાન્યુઆરીએ બપોરે 3.30 વાગ્યે યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદે સત્ય ઘટના પર આધારિત દેશ-દાઝ અને જાસૂસીના તાણાવાણા ગૂંથાયા છે તેવી `રાઝી' ફિલ્મના પટકથાલેખક-નિવૃત્ત ભારતીય નેવી કમાન્ડર હરિન્દરસિંઘ?સિક્કા રહેશે. ભારત-પાક વચ્ચેની ઘટનાઓ, દિલધડક જાસૂસીને કેન્દ્રમાં રાખી હરિન્દરસિંઘે `કાલિંગ સહમત' નામે રિયલ સ્ટોરીની નવલકથા લખી છે. ઉપરાંત એન્ટોડ ફાર્માસ્યુટિકલ નામની  ઇન્ટરનેશનલ કંપનીના મે. ડિરેક્ટર કિશોર મશુરકર મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ સાથે પૂર્વ રેલવે મંત્રી દિનેશભાઇ ત્રિવેદી, સાંસદ વિનોદભાઇ ચાવડા, આ વિસ્તારના ?ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વલમજીભાઇ હુંબલ, ડી.પી. વર્લ્ડના સી.ઇ.ઓ. આલોક મિશ્રા, મલ્ટિનેશનલ કંપની એમ.આઇ.સી.ટી. સંદીપ પ્રેહાન, બ્રિગેડિયર સુરેન્દરસિંઘ, બીએસએફના ડી.આઇ.જી. અનંતસિંઘ, કમાન્ડર મનીશ રંજન, સીઆઇએસએફના કમાન્ડર પંકજકુમાર વગેરે ગેટ ટુ ગેધરમાં જોડાશે. આયોજનમાં સહભાગી થશે. એનાથી પહેલાં પાંચમીએ સવારે 9.30 વાગ્યે મેગા કેમ્પના મુખ્ય દાતા માતા રસિલાબેન મહિપાત્રાઈ શાહ પરિવાર ઉપરાંત ચીફ ગેસ્ટ તરીકે પ્રીતિબેન - સુનીલભાઈ ગાલા (નવનીત ફાઉન્ડેશન), પં.એસ.કે. વર્મા,?કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. મોહનભાઈ પટેલ રહેશે. ગેસ્ટ ઓફ ઓનર- કાર્ડિયાલોજિસ્ટ ડો. શાંતિભાઈ કેનિયા, જિજ્ઞેશભાઈ દોશી, હરેશભાઈ શાહ વગેરેની ઉપસ્થિતિમાં 25 વર્ષની માનદ સેવાઓ બદલ ડો. ખુશાલ સાવલા, ડો. અમોલ સાડીવાલા, જનલ સર્જનો, લોમા લીન્ડા યુનિ. - કેલિફોર્નિયાના પ્રો. ડો. નીતિન શાહ (એનેસ્થેટિક)ને બહુમાનિત કરાશે, એમ ચેરમેન વિયજભાઈ છેડાએ જાણકારી આપી હતી. મેગા કેમ્પ અંતર્ગત રાહતદરે ઉપલબ્ધ થનાર સીટી સ્કેનનું લોકાર્પણ કરાશે. 18 ડિસેમ્બરથી ફેબ્રુઆરી  દરમ્યાન વિવિધ 38 કેમ્પનું આયોજન છે. દરમ્યાન 51મા કેમ્પની શરૂઆત થઈ હોવાથી આ કેમ્પ 19 જાન્યુ. સુધી ચાલશે. પેટ અને ગેસરોગ, જનરલ સર્જરી, કેન્સર, હૃદરોગ, ન્યૂરોલોજી અને ન્યૂરો સર્જરી, પગની ફૂલેલી નસો માટે, પગના પંજા માટે, હાડકાંરોગ, સંધીવા-ઘૂંટણના રોગ, પ્રોસ્થેસિસ અને ઓર્થોસિસ, દમ-શ્વાસ, માનસિકરોગ, ત્રીરોગ, મીઠી પેશાબ, થાઈરોઈડ, બાળરોગ, બાળરોગ સર્જરી, બાળ હાડકાં રોગ, આંખ, કાન, નાક, ગળા, ઓડિયોલોજી, ચામડી રોગ, કિડની રોગ, પેશાબ રોગ, જનરલ કેમ્પ, લેબોરેટરી, એક્સ-રે, સોનોગ્રાફી, સીટી સ્કેન સહિતની તપાસણીના કેમ્પનું અલગ-અલગ તારીખોએ આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટર જિજ્ઞેશભાઈ મહેતા તેમજ તેમની ટીમ કેમ્પમાં સેવા આપી રહી હતી, જેમાં કુલ 1ર8 દર્દીની તપાસણી, 3ર દર્દીની એન્ડોસ્કોપી, ત્રણ દર્દીની કોલોનોસ્કોપી તથા ર1 દર્દીની સોનોગ્રાફી કરવામાં આવી હતી. બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, ટ્રસ્ટી મયૂરભાઈ મોતા, ટ્રસ્ટી શાંતિભાઈ વીરા, મણિલાલભાઈ નાગડાનાં માર્ગદર્શન હેઠળ કેમ્પમાં વિવિધ વિભાગોમાં સ્વયંસેવકો કાર્ય કરી રહ્યા છે. ફાર્માસિસ્ટ તરીકે પ્રવીણભાઈ સાવલા, નરેશભાઈ નંદુ, જયંતીલાલ વોરા વિગેરે સેવા આપી રહ્યા છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd