• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

મુંદરામાં ગૌસેવાર્થે ડે નાઈટ ક્રિકેટ ટૂર્ના.નો આરંભ : 96 ટીમ જોડાઈ

મુંદરા, તા. 2 : અહીંના ગૌરક્ષા સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સુવિધા પશુરક્ષા કેન્દ્ર,  દેપાણી સપ્લાયર્સ, મુંદરા પોલીસ પરિવાર, મુંદરા મરીન પોલીસ અને પ્રાગપર પોલીસ સ્ટેશન, વિપુલ કન્સ્ટ્રક્શન, શિવ કન્ટેનર પ્રાઈવેટ લિમિટેડ, અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બુધવારે સોનલબીજના પર્વે `ગૌસેવા લાભાર્થે' ઓપન ઇન્ડિયા ડે નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ સીઝન 2.0નો મહાનુભાવોની ઉપસ્થિતિમાં આરંભ થયો હતો. શાસ્ત્રી મેદાન ખાતે રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં 96 ટીમ ભાગ લઈ રહી છે અને સમગ્ર કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્રના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટ 25 દિવસ સુધી મુંદરા શહેરમાં ક્રિકેટપ્રેમીઓ માટે આકર્ષણનું એક કેન્દ્ર બની રહેશે. ટૂર્નામેન્ટનો મુંદરા-બારોઈ નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન જોષીના હસ્તે ટોસ ઉછાળીને આરંભ થયો હતો. આ કાર્યક્રમમાં મુંદરા પી.આઈ. આર.જે. ઠુમ્મર, પ્રાગપર પોલીસ સ્ટેશન પી.આઈ. હાર્દિક ત્રિવેદી, પૂર્વ નગરપતિ કિશોરાસિંહ પરમાર, સુધરાઈ શાસક પક્ષ નેતા ધર્મેન્દ્રાસિંહ ઝાલા, ડાયાલાલભાઈ આહિર, શક્તાસિંહ રાઠોડ, મુંદરા-શહેર ભાજપ પ્રમુખ અરાવિંદભાઈ પટેલ, પ્રકાશભાઈ પાટીદાર,  કોંગ્રેસના આગેવાનો ભરતભાઈ પાતારીયા, નવીનભાઈ ફફલ, સ્પોન્સર દેપાણી સપ્લાયર્સના આશાભાઈ રબારી, વિપુલ કન્સ્ટ્રક્શનના સુરેશભાઈ સોધમ, સૈયદ નદીમશા બાપુ, એએસઆઇ સવાભાઈ ભરવાડ તેમજ ગૌરક્ષા સેવા ટ્રસ્ટ ટીમ અને મુંદરા-બારોઈ નગરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સ્પર્ધાની દરેક મેચ 10 ઓવરની રહેશે. જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ 12 ઓવરની રહેશે. આગામી 25મી જાન્યુઆરીના ફાઈનલ જંગ રમાશે. ઉલ્લેખનીય છે કે, ટૂર્નામેન્ટના આયોજનમાં ફંડ મળશે એ રકમ બિમાર, અપંગ, નિરાધાર પશુઓને ગૌવંશ નિભાવ ખર્ચ માટે વપરાશે. ગૌરક્ષા સેવા ટ્રસ્ટની ગૌશાળામાં અત્યારે 250થી 300 બીમાર અશક્ત ગાયનો નિભાવ થઈ રહ્યો છે, જેમાં આ ફંડ વપરાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd