• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

કાંગારુ સુકાની કમિન્સે કહ્યું, કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ

મેલબોર્ન, તા. 30 : ઓલરાઉન્ડ દેખાવથી પ્લેયર ઓફ ધ મેચ બનેલા કાંગારુ કપ્તાન પેટ કમિંસે કહ્યંy કે, એમસીજી ટેસ્ટ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ મેચ પૈકીની એક બની હતી. જેના પાંચેય દિવસ રોમાંચક રહ્યા અને રેકોર્ડ સંખ્યામાં દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યા. તેણે કહ્યંy મને લાગે છે કે મારી કેરિયરની આ બેસ્ટ ટેસ્ટ બની રહેશે. જે લાંબા સમય સુધી યાદ રહેશે. કમિન્સે કહ્યંy બીજા દાવમાં માર્નસે (લાબુશેન) મારી ઘણી મદદ કરી. હું બેટથી યોગદાન આપી ખુશ છું. સ્ટીવ સ્મિથે અદ્ભુત ઈનિંગ્સ રમી. કમિન્સે એમ પણ જણાવ્યું કે અમે ભારતીય ટીમને જીતના સમીકરણથી દૂર લઇ જવા માગતા હતા. એમાં સફળ રહ્યા. અમારી પાસે મેચ બચાવવાના પર્યાપ્ત રન બોર્ડ પર હતા. અમે નીચેના ક્રમની બેટિંગ પર પાછલા કેટલાક સમયથી ઘણું કામ કર્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd