• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

શ્રીલંકા વિરુધ્ધની ટી-20 શ્રેણી ન્યૂઝીલેન્ડે કબજે કરી : બીજી મેચમાં 4પ રને વિજય

માઉન્ટ મોન્ગાનુઇ, તા. 30 : શ્રીલંકા સામેની બીજી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 4પ રને જીત મેળવી ન્યુઝીલેન્ડે 3 મેચની શ્રેણી 2-0ની અપરાજિત સરસાઇથી કબજે કરી છે. ન્યુઝીલેન્ડના 20 ઓવરમાં પ વિકેટે 186 રનના જવાબમાં શ્રીલંકા ટીમ 19.1 ઓવરમાં 141 રને ઓલઆઉટ થઇ હતી. ન્યુઝીલેન્ડ તરફથી ટિમ રોબિન્સને 41, માર્ક ચેપમેને 42, ગ્લેન ફિલિપે 23 અને પ્લેયર ઓફ ધ મેચ બનેલ મિચેલ હે નામક નવોદિત બેટરે 19 દડામાં 3 ચોકકા-2 છકકાથી 41 રનની ઝડપી ઇનિંગ રમી હતી. હસારંગાને 2 વિકેટ મળી હતી. શ્રીલંકા તરફથી પથૂમ નિસંકાએ 37 અને કુસલ મેન્ડિસે 48 રન કર્યાં હતા. જેકબ ડફીએ 4 વિકેટ લીધી હતી. હેનરી અને સેંટનરે 2-2 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd