નવી દિલ્હી, તા.
30 : યશસ્વી જયસ્વાલે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ રનના મામલે મહાન સુનીલ ગાવસ્કર
અને વીરેન્દ્ર સહેવાગના રેકોર્ડ તોડયા છે. યશસ્વી જયસ્વાલે મેલબોર્ન ટેસ્ટની બન્ને
ઇનિંગના મળીને 166 રન કર્યા છે. આ સાથે તેણે 2024 કેલેન્ડર વર્ષમાં કુલ 1478 રન કરી
આ સૂચિમાં બીજો નંબર હાંસલ કરી લીધો છે. યશસ્વી જયસ્વાલે આ વર્ષે 1પ ટેસ્ટ મેચમાં પ4.74ની
સરેરાશથી 3 સદીથી 1478 રન કર્યા છે. આ દરમિયાન તેણે રાજકોટમાં ઇંગ્લેન્ડ સામે બેવડી
સદી ફટકારીને 214 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રનનો
રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેણે વર્ષ 2010માં 1પ62 રન કર્યા હતા જ્યારે
2008માં સચિને 1462 રન કર્યાં છે. જે આ સૂચિમાં ત્રીજા સ્થાને છે. સેહવાગે 2010માં
1422 અને ગાવસ્કરે 1979માં 1407 ટેસ્ટ રન કર્યા હતા.