• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

રોહિત, વિરાટમાં હજુ પણ રનની ભૂખ : ગંભીર

મુંબઇ, તા.11 : ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલ કપ્તાન રોહિત શર્મા અને સ્ટાર બેટર વિરાટ કોહલીનો બચાવ કરતા કોચ ગૌતમ ગંભીરે કહ્યંy કે આ બન્ને સીનીયર ખેલાડીઓમાં રન કરવાની ભુખ છે અને ઓસ્ટ્રેલિયામાં શાનદાર વાપસી કરશે. કોચ ગંભીરે એ વાત પણ નકારી કે હાલમાં જ ન્યુઝીલેન્ડના હાથે 0-3થી ટેસ્ટ શ્રેણી ગુમાવવાથી ટીમ ઇન્ડિયા દબાણમાં છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસે રવાના થતાં પૂર્વેની પત્રકાર પરિષદમાં કોચ ગંભીરે જણાવ્યું કે ભારતીય ટીમમાં અવિશ્વસનીય ખેલાડીઓ છે. જેઓએ અત્યાર સુધી શાનદાર ભૂમિકા ભજવી છે. હું કોઇ પણ પ્રકારનું દબાણ મહેસૂસ કરી રહ્યો નથી. ભારતીય ટીમનો કોચ બનવું સન્માન અને સૌભાગ્યની વાત છે. ગંભીરે એક સવાલના જવાબમાં કહ્યંy કે હું ટીમમાં બદલાવ વિશે નહીં, પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચ વિશે વિચારું છું. કોચ ગંભીરે આ તકે એ પણ સ્પષ્ટતા કરી કે રોહિત શર્મા જો પહેલા ટેસ્ટમાં અંગત કારણોસર રમી શકશે નહીં, તો ઉપકપ્તાન જસપ્રિત બુમરાહ ટીમનું સુકાન સંભાળશે. તેણે એમ પણ કહ્યંy કે ઓપનિંગ બેટસમેનના રૂપમાં ટીમ પાસે કેએલ રાહુલ અને અભિમન્યુ ઇશ્વરન વિકલ્પ તરીકે છે. શુભમન ગિલ પણ વિકલ્પના રૂપમાં છે. ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછીના 10 દિવસ ઘણા મહત્ત્વના ગણાવતા કોચે કહ્યું કે અમારે ત્યાંની પરિસ્થિતિમાં એડજેસ્ટ થવું પડશે અને પૂરી તૈયારી કરવી પડશે. ટીમમાં ઘણા અનુભવી ખેલાડી એવા છે જે ભૂતકાળમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી ચૂક્યા છે. અમે તા. 22મીએ સવારે પહેલા દડા પહેલા પૂરી રીતે તૈયાર હશું. પર્થ ટેસ્ટ તા. 22મી નવેમ્બરથી શરૂ થવાની છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd