• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ચેન્નાઇ પ્લેઓફમાં પહોંચવા મરણિયો પ્રયાસ કરશે

નવી દિલ્હી, તા. 19 : કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નાઇ સુપર કિંગ્સ શનિવારે અહીં રમાનારી મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ વિજય પ્રાપ્ત કરીને આઇપીએલ-2023ની સીઝનમાં તેનું પ્લેઓફનું સ્થાન સુરક્ષિત કરવા મરણિયો પ્રયાસ કરશે. બન્ને ટીમની આ આખરી લીગ મેચ છે. દિલ્હીની ટીમ પહેલેથી જ પ્લેઓફની બહાર થઇ ચૂકી છે. તેનું લક્ષ્ય સન્માનજનક વિજય સાથે સત્રનું સમાપન કરવાનું હશે. સીએસકેના 13 મેચમાં 1પ પોઇન્ટ છે. દિલ્હી સામેની જીતથી તે પ્લેઓફમાં પહોંચી જશે, પણ જો હાર મળી તો સંભાવના ઘણી ઘટી જશે. દિલ્હી સામેની જીતથી સીએસકે પ્લેઓફમાં બીજા સ્થાને રહેશે કે નહીં, તેનો નિર્ણય લખનઉ-કોલકાતાની મેચના પરિણામ પછી નિશ્ચિત થશે. લખનઉના પણ 1પ અંક છે અને તેની રન રેટ ચેન્નાઇથી સારી છે. ફિરોઝ શાહ કોટલાની પીચ ધીમી છે. જે ચેન્નાઇની રણનીતિને અનુકુળ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સંભવત: પોતાની આખરી મેચ રમી રહેલ ધોનીને તેની ટીમ વિજયની ભેટ આપવા માંગશે.બેટિંગ ચેન્નાઇનો મજબૂત પક્ષ છે. જેમાં ડવેન કોન્વે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્યા રહાણે છે. જે ટીમને સારી શરૂઆત આપે છે. બીજીતરફ દિલ્હી કેપિટલ્સ પાછલી મેચમાં પંજાબ સામેની જીતથી રાહત મહેસૂસ કરી રહી છે. પૃથ્વી શોએ અર્ધસદી કરી સારી વાપસી કરી છે. વોર્નરના બેટમાંથી પણ રન નીકળ્યા હતા. ચેન્નાઇ સામેની મેચ વોર્નરની ટીમ દબાણ વિના રમશે. પંજાબ સામે રાઇલી રોસેઓ આતશી ઇનિંગ્સ રમી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang