ભુજ, તા. 17 : મુંદરા તાલુકાના નાના કપાયામાં
ગેરકાયદે રીતે રાખેલા ગેસના બાટલા પકડાયા હતા.
મુંદરા પોલીસે નાના કપાયાના છકડા સ્ટેશન નજીકની પુરન જનરલ સ્ટોર પાસે આવેલી
દુકાનમાં આરોપીઓએ પોતાના કબજાની દુકાનમાં કોઈ પણ જાતની પરવાનગી વિના રાંધણ ગેસના બાટલા
રાખી સલામતી અને સુરક્ષાના નિયમો પાળ્યા ન હતા. અહીંથી ગેરકાયદે રીતે રાખવામાં આવેલા
નાના-મોટા ગેસના 33 બાટલા કિંમત
રૂપિયા 45 હજાર, વજન કાંટો, ગેસ રિફિલિંગની
નોઝલ, 30 લિટર ડીઝલ મળી કુલ 48,550નો મુદ્દામાલ કબજે કરવામાં
આવ્યો હતો. અહીં ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગ થતું હતું. પોલીસે મૂળ યુપીના હાલે નાના
કપાયાની આશાપુરા કોલોનીમાં રહેતા સૌરભ છેદામીલાલ નિસાદ અને પુરનાસિંગ ફતેહાસિંગ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. - ચેક પરતના કેસમાં બે ભાઈને
એક-એક વર્ષ જેલની સજા : ભુજ, તા. 17 : ચેક પરત ફરવાના કેસમાં બે સગા ભાઈ યોગેશ અને દેવીસ અશોક ચૌહાણને
એક-એક વર્ષની જેલની સજા આપતો ચુકાદો કોર્ટે આપ્યો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ છ વર્ષ પૂર્વે ફરિયાદી
ભૂમિક ગિરીશભાઈ રાજગોર પાસેથી આરોપી યોગેશ અને તેના ભાઈ દેવીસ અશોક ચૌહાણ 90-90 હજાર રૂપિયા મિત્રતાના નાતે
ઊછીના લીધા હતા, જે પરત આપવા અંગે બંને
ભાઈએ પોતપોતાના નામના ચેક આપ્યા હતા. આ ચેક પરત ફરતાં બંને વિરુદ્ધ જુદી-જુદી ફરિયાદ
દાખલ કરવામાં આવતાં ભુજના બીજા અધિક સિનિયર સિવિલ જજે આરોપીઓને તક્સીરવાન ઠેરવી બંનેને
એક-એક વર્ષની સાદી જેલની સજા તથા 90-90 હજાર 30 દિનમાં ફરિયાદીને
વળતર તરીકે ચૂકવવા અને જો વળતર ચૂકવવામાં કસૂર કરે,
તો વધુ ત્રણ માસની સાદી કેદનો હુકમ ફરમાવ્યો છે. બંને ફરિયાદ પક્ષે વકીલ
તરીકે સચિન મહેન્દ્રભાઈ ગોર, અકુલ એ. અમૃતિયા, મીના એન. સોરઠિયા હાજર રહ્યા હતા. - ભચાઉમાં કિશોરીનાં અપહરણ બળાત્કાર અંગે ગુનો દાખલ : ગાંધીધામ, તા. 17 : ભચાઉમાં 14 વર્ષીય એક
કિશોરીનું અપહરણ કરી ગાડીમાં લઈ જઈ તેના ઉપર બળાત્કાર અંગે એક શખ્સ સામે ગુનો દર્જ
થયો હતો. આરોપીને પોલીસે પકડી પાડયો હતો. ભચાઉમાં રહી શાળાએ અભ્યાસ કરનાર 14 વર્ષીય એક કિશોરી સાથે ગત તા.
18/1ના સવારના અરસામાં આ બનાવ બન્યો
હતો. લાયન્સનગરમાં રહેનાર આરોપી ભાવેશ ચમનલાલ ઠક્કર નામના શખ્સે આ કિશોરીનું અપહરણ
કર્યું હતું. બોલેરો ગાડી નંબર જીજે-39-ટી-7918માં અપહરણ
કરી ગાડીમાં તેની સાથે આ શખ્સે બદકામ કર્યું હતું. બનાવથી કિશોરી ડરી ગઈ હતી. બાદમાં
તેણે આપવીતી વર્ણવતાં આરોપી સામે ગુનો દાખલ કરી પોલીસે તેને પકડી પાડયો હતો.