• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

મુંદરા તા.માં દારૂ-નશાયુક્ત ચીજોનું વધતું પ્રમાણ : `આપ'ની રજૂઆત

મુંદરા, તા. 17 :  તાલુકામાં દારૂ અને નશાયુક્ત પદાર્થોનું વેચાણ વધ્યું હોવાની રાવ સાથે અહીં `આપ' દ્વારા આવેદનપત્ર પાઠવી જરૂર પડયે જનતા રેડની ચીમકી અપાઈ હતી.  મુંદરા શહેર-તાલુકા આમ આદમી પક્ષ દ્વારા મદદનીશ પોલીસ અધીક્ષક પાસે કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવાયું હતું કે, ઔદ્યોગિક વિકાસ સાથે દારૂ-નશાનું પ્રમાણ વધ્યું છે. ગાંજો અને આંકડાના જુગાર ક્લબોનું દૂષણ છે. તાલુકાના અને શહેરના વિવિધ દારૂ પોઇન્ટના ઉલ્લેખ સાથે પત્રમાં કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી. સાથે જણાવાયું કે, આ અરજીના 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો શહેર-તાલુકાની ટીમ દ્વારા જનતારેડ પડાશે. આ રજૂઆતમાં પક્ષના પ્રદેશ અગ્રણી સંજય બાપટ, તાલુકા પ્રમુખ વીજેન્દ્રસિંહ જાડેજા વગેરે જોડાયા હતા. 

Panchang

dd