ગાંધીધામ, તા. 17 : અંજાર તાલુકાના ભીમાસર નજીક
આવેલી ખાનગી કંપનીમાં કામ કરતા યુવાનને મરવા મજબૂર કરાતાં એક શખ્સ સામે ગુનો દર્જ થયો
હતો. ભીમાસરની રત્નમણિ કંપનીમાં ડિસ્પેચ વિભાગમાં કામ કરનાર મૂળ ઉત્તરપ્રદેશના અમિત
રાધેશ્યામ ઉપાધ્યાય નામના યુવાને ટ્રેનના પાટે ટ્રેનમાં આવી જઈને આપઘાત કર્યો હતો.
તેને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાતાં તેણે સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા.
તેણે છ પાનાની સ્યૂસાઈડ નોટ લખી હતી, જે પોલીસે જપ્ત કરી હતી, જેમાં ભવરદાન ચારણ (ગઢવી)એ તેના
ચેકબુક, એટીએમ, મોબાઈલ વગેરે લઈ લીધા હતા
અને ઘરે જવા દેતો ન હતો તેમજ ઘરવાળાઓને પણ પરેશાન કરી નાખ્યા હતા તથા પોતાને કાંઈ થાય
તો તેની જવાબદારી આ ભવરદાનની હોવાનું વગેરે લખાણ તેણે આ છ પાનાની સ્યૂસાઈડ નોટમાં લખ્યું
હતું. ભવરદાન સામે યુવાનની બહેન નુપૂર રાધેશ્યામ ઉપાધ્યાયે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
હતી.