• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

દોલતપર બાદ દયાપર ખાતે પણ પાકું ડાયવર્ઝન કરવા માંગ

વાયોર, તા. 17 : દોલતપર તથા દયાપર વિસ્તારમાં મોટા બ્રિજનું કામ ચાલી રહ્યું છે. દોલતપર ખાતે પુલ નાનો હોવા છતાં મજબૂત ડાયવર્ઝન  બનાવાયું છે તે ધ્યાને લઈને દયાપર ખાતે પણ મજબૂત ડાયવર્ઝન બનાવવા સ્થાનિક લોકો દ્વારા માંગ કરાઈ હતી. દોલતપર ખાતે લોખંડ, સિમેન્ટ, રેતી સહિતનું કામ ગુણવત્તાપૂર્વક આગળ વધી રહ્યું છે, પરંતુ દયાપર ખાતે સ્થિતિ થોડી ચિંતાજનક હોવાની ફરિયાદ ઊઠી હતી. દયાપર પર મોટો બ્રિજ અને મોટી ગ્રાન્ટ હોવા છતાં કામગીરીની મજબૂતાઈ અંગે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરાઈ છે કે નહીં તેવા પ્રશ્નો ઊઠયા હતા. સ્થાનિક લોકો દ્વારા આ અંગે તાત્કાલિક તપચસ કરી દયાપર ખાતે પણ દોલતપરની જેમ મજબૂત ડાયવર્ઝન બનાવવા માંગ કરાઈ હતી.  

Panchang

dd