કોડાય, તા. 8 : આઇપીએલની હરાજી જોઈ સૌ કોઈ ચોંકી ઊઠતા હોય છે
કે ખેલાડીઓને કેટલી મોટી રકમ મળતી હોય છે, પણ કચ્છ ચારણ ગઢવી સમાજના યુવાનો દ્વારા
ક્રિકેટ સ્પર્ધાની હરાજીના માધ્યમથી ઉદાહરણ રૂપ પહેલ કરવામાં આવી છે. ભીમશીબાપા ચેરિટેબલ
ટ્રસ્ટ, શ્રી સોનલબીજ સમિતિ- માંડવી, ગઢવી મિત્રમંડળ-માંડવી, સોનલશક્તિ ગ્રુપ કાઠડા
અને પાંચોટિયા ક્રિકેટ ક્લબના સયુંકત આયોજન રૂપે તા. 4-11-2024થી 9-11 દરમ્યાન માંડવી
જી. ટી. ગ્રાઉન્ડ ખાતે `અખિલ ભારતીય નાઈટ સ્પર્ધા' (ગઢવી કપ-2024)ની
બીજી આવૃત્તિ યોજાશે. કુલ 12 ટીમ ભાગ લેશે.
ગુજરાત, રાજસ્થાન સહિત 353 જેટલા ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમની હરાજી ચારણ ગઢવી બોર્ડિંગ માંડવી ખાતે યોજાઇ હતી. હરાજી
દરમ્યાન `એક અદ્ભુત
અને અવિશ્વસનીય પહેલ' કુલ 12 ટીમના 12 આઇકોન ખેલાડીઓ માટે જે-તે ટીમના માલિક દ્વારા
બોલી લગાવવામાં આવી હતી અને જેટલા રૂપિયામાં તે ખેલાડી વેચાય તે રકમ ભીમશીબાપા ચેરિટેબલ ટ્રસ્ટમા જમા કરાવી તેનો ઉપયોગ
સમાજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્થાન માટે વાપરવામાં આવશે, જેમાં ભજનાનંદી ઇલેવન ભચાઉએ
દીપક ગઢવી કાઠડાને રૂા. 3.75 લાખ, દાદા ઇલેવન પાંચોટિયાએ અશ્વિન ગઢવીને 2.60 લાખ, જી
- વોરિયર્સ ઇલેવન શેખડિયાએ હાજા ગઢવીને 2.10 લાખ, વીર શહીદ માણશી ઇલેવન ઝરપરાએ આશરિયા
ગઢવીને 1.30 લાખ, સોનલકૃપા ઇલેવન આદિપુરે જયરાજ ગઢવીને 1.11 લાખ, શિવશક્તિ ઇલેવન ભાડાએ
શિવરાજ બાતિયાને 70 હજાર, સોનલ માઇન્સ રાયણએ
શૈલેષ ગઢવીને 40 હજાર, સદગુરુ ઇલેવન કાઠડાએ રતન ગઢવીને 40 હજાર, સિદ્ધિપ્રિયા ઇલેવન
આદિપુરએ પુનશી કે. ગઢવીને 35 હજાર, એસ.કે. લોજિસ્ટિક ઇલેવન કાઠડાએ આશિષ ગઢવીને 30 હજાર,
મા સાચાય ઇલેવન કાઠડાએ અજય ગઢવીને 30 હજાર અને જય મોરદાદા ઇલેવન વવારએ 30 હજાર રૂપિયામાં
ખરીદેલ. આમ કુલ મળી આ આઈકોન ઇલેવનની હરાજી થકીની રકમ ઉપરાંત આ સ્પર્ધાના મુખ્ય સ્પોન્સર
પુનશી ગઢવી (જે.કે. લક્ષ્મી સિમેન્ટ) દ્વારા 3 લાખ, કો-સ્પોન્સર પ્રભુભાઈ રામભાઈ ગેલવા
દ્વારા 2 લાખ 11 હજાર અને અન્ય દાતા પ્રદીપ બલવાની દ્વારા 1 લાખ 11 હજાર, આમ હરાજીના
દિવસે જ કુલ મળી 19 લાખ 83 હજાર જેટલી રકમ મોટી રકમ સમાજમાં શૈક્ષણિક વિકાશ અર્થે મળી
છે.