• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

ભુજમાં ટેનિસ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડે રંગ જમાવ્યો

ભુજ, તા. 20 : શહેરનાં જીમખાના સ્પોર્ટસ સેન્ટર દ્વારા `કચ્છમિત્ર'નાં મિડીયા પાર્ટનર તરીકેનાં સહયોગ હેઠળ આયોજીત જુનિયર ટેનિસ ખેલાડીઓની બોયસ અને ગર્લ્સની સ્પર્ધા તારીખ 12થી 15નાં રમાઈ હતી.  રોમાંચક મુકાબલાઓની સાક્ષી બનેલી આ સપર્ધામાં અનુક્રમે અન્ડર - 10, 12, 14, 16, 18 સિંગલ્સ-18, ડબલ્સ, અન્ડર - 14 ગર્લ્સ તથા ઓપન મહિલા સિંગલ્સની સ્પર્ધાઓનાં વિજેતા થયા હતા. આ ટુર્નામેન્ટનાં બીજા તબક્કાનો પ્રારંભ તારીખ 18થી થઈ ગયો છે. જે આવતી કાલે પૂર્ણ થશે. વિજેતાઓમાં અંડર - 10, સિંગલ્સ્માં વિજેતા માનસી કોટક અને રનર અપ શ્રેયાંસ જૈન અંડર - 12માં વિજેતા વ્યોમ ધોળુ રનર અપ હેતરાજસિંહ ભાટ્ટી, અંડર - 14માં વિજેતા આયુષ્ય દિવાન રનર અપ હેત વોરા, અંડર - 16માં વિજેતા આયુષ્ય દિવાન, રનર અપ પ્રેમ રાજપુત, અંડર - 18માં વિજેતા અર્જુન ઓઝા, રનર અપ આયુષ્ય દિવાન થયા છે. જ્યારે અંડર - 18ડબલ્સ વિજેતા પિયુષ કેસરીયા, સમય પારેખ, રનર અપ અર્જુન ઓઝા, કાર્તિકેય ઓઝા, અંડર - 14 ગર્લ્સમાં વિજેતા ઉર્વા મહેશ્વરી અને રનર અપ દિક્ષા ઠાકોર મહિલા ઓપનમાં વિજેતા મુસ્કાન પ્રજાપતિ અને રનર અપ સકીના બોદરા રહ્યા હતાં. ભુજ જીમખાના આયોજીત આ સ્પર્ધામાં હવે જુનિયર ખેલાડીઓ પણ કચ્છ બહારથી ભાગ લેવા આવે છે. અન્ડર - 18 વિજેતા અર્જુન ઓઝા, રાજકોટથી જ્યારે મહિલા ઓપન ચેમ્પિયન મુસ્કાન પ્રજાપતિ (પાટણ)થી ભાગ લીધો હતો. અને રમતનું સુંદર પ્રદર્શન કરીને  વિજેતા થયા હતા. સમગ્ર સ્પર્ધામાં મેચો રોમાંચક રહી હતી. અને અન્ડર 18ની ફાઈનલમાં અર્જુન ઓઝા તથા આયુષ્ય દિવાન વચ્ચે રસાકસી સર્જાઈ હતી. ભુજ જીમખાનાનાં પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, ઉપપ્રમુખ નવલસિંહ જાડેજા, મંત્રી મહિપતસિંહ રાઠોડ, ટેનિસમંત્રી કિશન વરૂ તથા ઈન્ડોર મંત્રી રાજુ ભાવસાર, કાંતિભાઈ ગણાત્રા, જયેશ સચદેએ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. ભુજ જીમખાનાની આ સ્પર્ધામાં ગુજરાત બહારના મુંબઈ, પુણે, જોધપુર, બરેલી તથા ગુજરાતનાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સૂરત, આણંદ, રાજકોટ વિગેરેથી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. સિનિયર સિટિઝનની સ્પર્ધામાં સિંગલ્સ -ડબલ્સ થઈને કુલ 40 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદનાં યોગેશ શાહ વિજેતા, ભુજ જીમખાનાનાં મનીષ ઠક્કર રનર અપ જ્યારે ડબલ્સમાં પણ યોગેશ શાહ, ભૂપેન્દ્ર બકરાણીયા (જામનગર) વિજેતા જ્યારે મનીષ ઠક્કર અને પી. એન. રાઠોડ રનર અપ થયા હતા. તારીખ 19થી ઓપન તથા અબોવ 45 સિંગલ્સ તથા ડબલ સ્પર્ધાઓ ચાલુ થઈ ગઈ છે. જેમાં બંને કક્ષાઓ થઈ અને 135 નામો આવેલા છે. ઓપન વિભાગમાં પણ ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થશે. જેમાં અમદાવાદ, રાજકોટ, આણંદ વિગેરેનાં વિજેતાઓ ભાગ લઈ રહ્યા છે. ભુજના ટેનીસ પ્રેમીઓ નોંધપાત્ર સંખ્યામાં હાજર રહે છે. ભુજ જીમખાનાના હોદેદારો અને ટેનિસ ગ્રુપના ખેલાડીઓ સફળતાપૂર્વક સંચાલન કરે છે.

કચ્છ બહારના જાણીતા ખેલાડીઓએ સ્પર્ધાના આયોજનને બિરદાવ્યું

બરેલીના કર્નલ રાજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, સૌથી પ્રથમ તો અહીંનું વાતાવરણ તથા સ્પર્ધાનું સંચાલન કરતાં ખેલાડીઓની વિનમ્રતા અદભુત છે. જોધપુરના વરિષ્ઠ નાગરિક અશોક જીંદાલે કહ્યું હતું કે, વ્હોટ્સ એપ ગ્રુપ થકી આયોજન વિશે જાણવા મળ્યું. આયોજન સારું હતું. 75થી ઉપરની વયમાં પણ આઈટીએફ રમું છું અને ઈન્ડીયા નંબર - 2 છું. લોન ટેનિસના દિગ્ગજ ખેલાડી જેમણે 10-12 દેશોમાં આંતરરાષ્ટ્રિય સ્પર્ધાઓ જીતી તેવા યોગેશ શાહ કહે છે કે દાયકાઓથી ભુજ ટેનિસ રમવા આવતો રહ્યો છું અને ભુજ અને અહીંના ખેલાડીઓની વ્યવસ્થા સુંદર છે. જોઘપુરના અનિલ વર્મા કહે છે કે ગત વર્ષે હું એક જ જોધપુરથી આવ્યો હતો. પરંતુ આ વર્ષે કુલ્લે છ ખેલાડીઓ અને કુટુંબ સાથે આવીને ખુબજ આનંદ માણ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang