• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

રામપર વેકરામાં રવિવારે પ્રોજેક્ટ રોશનીનો 14મો મણકો

ભુજ, તા. 20 : કચ્છમિત્ર અને કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા `પ્રોજેક્ટ રોશની' હેઠળ યોજાતા નેત્ર નિદાન કેમ્પની `નેત્રદીપક' પરંપરાનો 14મો મણકો આગામી રવિવારે માંડવી તાલુકાના રામપર વેકરામાં યોજાશે. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ આ મણકાનું ઉદ્ઘાટન કરશે. રામપર વેકરાના સ્વામિનારાયણ મંદિરમાં રવિવારની સવારે 8.30 વાગ્યે દાતા પરિવારના લાલજીભાઈ અરજણ કેરાઈ, કાનબાઈ લાલજી કેરાઈના સહયોગથી કેમ્પ યોજાશે. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલ ગોરસિયા, ઉપાધ્યક્ષ કેસરાભાઈ પિંડોરિયા સહિત મોવડીઓનાં માર્ગદર્શન હેઠળ કાર્યકરો આયોજન સંભાળી રહ્યા છે. નેત્રરોગ મુક્ત કચ્છ અભિયાનરૂપે છેડાયેલી `પ્રોજેક્ટ રોશની'ની પહેલ હેઠળ ઉચ્ચ ગુણવત્તાના સુપ્રાફોબ ફોલ્ડેબલ લેન્સ સાથેની નિ:શુલ્ક સારવાર, શત્રક્રિયાનો લાભ દર્દી સમુદાયને મળી રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang