નવી દિલ્હી, તા.
19 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે હિન્દુ સેવા મહોત્સવના ઉદ્ઘાટન
સમારોહમાં જણાવ્યું હતું કે, `ભારતને વારંવાર લઘુમતીઓના મુદ્દાઓ પર સમાધાન
કરવાની સલાહ અપાતી હોય છે. પરંતુ હવે આપણે અન્ય દેશોમાં લઘુમતીઓની પરિસ્થિતિ જોઈ રહ્યા
છીએ.' આરએસએસના વડાએ પાડોશી બાંગલાદેશનું નામ લીધા વિના વધુમાં ઉમેર્યું હતું કે, `માનવધર્મ' જ બધા ધર્મોનું
મુળ છે, જે એક વિશ્વધર્મ છે. જેને હિન્દુધર્મ પણ કહે છે. દુનિયાએ આ ધર્મને ભુલાવી દીધો
છે. જેનાં પરિણામે આજે પર્યાવરણીય અને અન્ય સમસ્યાઓ સામે આવી રહી છે. ભાગવતે જણાવ્યું
હતું કે, ઘણા લોકો માને છે કે, ભારત વિના વિશ્વશાંતિ શક્ય નથી. કારણ કે, તેનું પરંપરાગત
જ્ઞાન અને અનુભવ જ તેને સાકાર કરી શકશે. જે છેલ્લા 3,000 વર્ષોથી બતાવાયું છે. ભારતની
જવાબદારી છે કે, તે વિશ્વને શાંતિની દિશામાં માર્ગદર્શન કરે.'