ભુજ, તા. 20
: પી.જી.વી.સી.એલ. દ્વારા આજે મુંદરા વિભાગમાં વીજ જોડાણોનું નિરીક્ષણ કરાયું હતું
જેમાં 32 ઘર વપરાશની ગેરરીતિ પકડાતાં દંડ ભરવા આદેશ અપાયો હતો. મુંદરા વિભાગમાં 24
ટીમ દ્વારા કુલ 433 વીજ જોડાણ ચેક કરાયા હતા જેમાં ઘર વપરાશના 227 અને વાણિજ્ય 206
જોડાણ પૈકી 32 વીજ જોડાણમાં ગેરરીતિ જણાઇ હતી. પી.જી.વી.સી.એલ. દ્વારા ગેરરીતિ આચરતા
ઘર વપરાશકારોને 24.64 લાખનો દંડ કરાયો છે.