ગાંધીધામ, તા.
20 : શહેરની પાયાની સંસ્થા સિન્ધુ રીસેટલમેન્ટ કોર્પોરેશનના ડાયરેકટરોના બે પદ માટે
8 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. વર્તમાન બે
ડાયરેકટરો ઉપરાંત અન્ય 6 ઉમેદવારોમાં ગાંધીધામાં
શિપિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા મહિલા ઉદ્યોગકાર અને બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા
ઉદ્યોગકાર ની પેનલ પણ આ રસપ્રદ ચૂંટણી જંગમાં ઉતરી છે. આ બન્ને પેનલના ઉમેદવારો દ્વારા
ચૂંટણી જાહેર થતાની સાથે જ ડીઝીટલ સહીતના માધ્યમથી પ્રચાર કાર્ય જોર શોરથી આરંભવામાં
આવતા 75 વર્ષમાં પ્રથમ વખત ડાયરેકટરોની ચૂંટણીમાં પ્રચારનો જંગ રસપ્રદ બન્યો છે. ગાંધીધામ
પ્રોપર્ટી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ શેવક લખવાણી અને ગાંધીધામની 45 વર્ષ જુની રીષી શિપિંગ
કંપની સાથે જોડાયેલા નિતા મનોજ મનસુખાણીની પેનલ ચૂંટણી મેદાનમાં ઉતરી છે. ગાંધીધામની
45 વર્ષ જુની જાણીતી શિપિંગ કંપની રિષિ શિપિંગ સાથે સંકળાયેલા નિતા મનસુખાણીએ તેમના
સસરા બી.કે.મનસુખાણીની પ્રેરણાથી પારિવારિક વ્યવસાયમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું.
એકાઉન્ટનો અભ્યાસ કર્યો હોવાથી શરૂઆતમાં કંપનીમાં એકાઉન્ટ વિભાગથી કારકિર્દી શરૂ કરી
છરત્યાર બાદ સમયાંતરે વધતા અનુભવ સાથે અન્ય હાલ કન્ટેનર ડીપાર્ટમેન્ટ, ફાયનાન્સ ડીપાર્ટમેન્ટ,
બ્રેક બલ્ક કાર્ગો ડીપાર્ટમેન્ટ સહીત ત્રણ વિભાગની જવાબદારી સંભાળતા હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત સામાજિક ક્ષેત્રમાં બહેરા
મુંગાની શાળા હરિ આસરો ટ્રસ્ટ સાથે પણ જોડાયેલા છે. વિકલાંગ બાળકોને જે જરૂરીયાત છે
તે પુરી કરવા માટેના પુરતા પ્રયાસ નિરંતર કરાતા હોવાનું તેમણે ઉમેર્યું હતું. ગાંધીધામમાં
બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા સેવક લખવાણી પણ શહેરની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા
છે. તેઓ ગાંધીધામ સિંધી સમાજના ઉપપ્રમુખ, ઝુલેલાલ મંદીર ટ્રસ્ટ ગાંધીધામના જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા
છે. આ ઉપરાંત ગાંધીધામ પ્રોપર્ટી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.
અગાઉ પણ તેઓ એસે.આર.સીના ડાયરેકટર તરીકે સેવા આપી ચુકયા છે. 1990થી શરૂઆતમાં સ્ટોક
માર્કેટના વ્યવસાય સાથે શરૂઆત કર્યા બાદ રીયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે તેઓ સંકળાયેલા રહ્યા
છે. પ્રચાર કાર્ય અંગે વિગતો આપતા તેમણે કહ્યુઁં કે ઉમેદવારી કર્યા પહેલા જ પ્રચાર
કાર્ય હાથ શરૂ કરી દેવાયું હતું. ગાંધીધામ આદિપુર ઉપરાંત ભુજ, અંજારમાં પણ મતદારોને
અપીલ કરતા વિવિધ ટેગલાઈન સાથેના હોર્ડીંગ લગાડવામાં આવ્યા છે. આ
ઉપરાંત સોશ્યલ મીડીયા અને ડીઝીટલ માધ્યમ મારફત પણ અમારા ધ્યેય અંગે શેર હોલ્ડરા સુધી
પહોંચવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. પ્રચાર કાર્ય દરમ્યાન સમગ્ર શહેરનો વ્યાપક સહકાર મળતો
હોવાનું તેમણે ઉમર્યું હતું.