ભુજ, તા. 20
: અહીંના લાલજી રૂડા પિંડોળિયા રમત સંકુલ ખાતે રમાયેલી કચ્છમિત્ર એન્કર કપની લીગ મેચમાં
ભુજની ઓફ્રેડ હાઇસ્કૂલે માધાપરની શ્રદ્ધા સ્કૂલને સાત વિકેટે હાર આપી વિજયયાત્રાને
આગળ ધપાવી હતી. ઓફ્રેડ હાઇસ્કૂલ ભુજની ટીમે ટોસ જીતી પહેલે બોલિંગ કરવાનો નિર્ણય લીધો
હતો. શ્રદ્ધા સ્કૂલ માધાપરની ટીમ 17 ઓવરમાં 97 2ને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓફ્રેડ તરફથી ધર્મેશ
મહેશ્વરી અને સોનલાલ પવને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. ઓફ્રેડ હાઇસ્કૂલ ભુજની ટીમે
15.3 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 98 રન બનાવી લીધા હતા. ઓફ્રેડ તરફથી ધર્મેશ મહેશ્વરીએ
47 બોલમાં 53 રન અણનમ અને મનીષ સોનીના 13 રનનું યોગદાન મળ્યું હતું. શ્રદ્ધા સ્કૂલ
માધાપર તરફથી શિવમ પિત્રોડાએ બે અને મોહસીન સમાએ એક વિકેટ ઝડપી હતી. બેટિંગ-બોલિંગમાં
ઓલરાઉન્ડ દેખાવ કરનાર ધર્મેશ મહેશ્વરીને મેન ઓફ ધી મેચ, તો નિર્મલ ઠાકોરને સેકન્ડ મેન
ઓફ ધી મેચ જારી કરાયા હતા. ઇનામો કચ્છ ક્રિકેટ એસો.ના કોચ યુવરાજસિંહ જાડેજા, સહમંત્રી
પ્રવીણ હીરાણીના હસ્તે અપાયાં હતાં. સંચાલન મહેશ સોનીએ સભાળ્યું હતું. અમ્પાયર તરીકે
નિખિલ રાઠોડ અને અવનીશ કેરાઇ, સ્કોરર તરીકે અશ્વિન હાલાઇ અને હર્ષ બારડોલિયાએ સેવા
આપી હતી. અશોક રાવલ અને નીતેશ ગુંસાઇએ પોતાની કોમેન્ટરીથી ક્રિકેટરસિકોને ઝકડી રાખ્યા
હતા.