ગાંધીધામ, તા.
20 : અંજાર તાલુકાના ખેડોઇ ગામની સીમમાં આવેલી એક વાડીમાંથી પોલીસે રૂા. 3,02,000નો
તૈયાર દેશી દારૂ તથા આથો પકડી પાડયો હતો, પરંતુ બે આરોપી ત્યાં હાજર મળ્યા નહોતા. અંજાર-મુંદરા
માર્ગ ઉપર આજે સાંજે સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી, દરમ્યાન, મોટી ખેડોઇના મયૂરસિંહ
બળવંતસિંહ જાડેજા અને કિશોરસિંહ ઉર્ફે પેપ્સી પોપટભા જાડેજા નામના શખ્સો આશાપુરા પેટ્રોલ
પંપની સામે મયૂરસિંહની વાડીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ગાળતા હોવાની પૂર્વ બાતમી
આ ટીમને
મળી હતી, જેના આધારે પોલીસ આ વાડીએ પહોંચી હતી, જ્યાં કોઇ શખ્સો હાજર જણાયા
નહોતા. વાડીમાં તપાસ કરાતાં આંબાના ઝાડ નીચે 200-200ની ક્ષમતાવાળા બે બેરલ પર ઘમેલાં
ચડાવેલાં નજરે પડયાં હતાં, જેના નીચે ચુલા બંધ હાલતમાં હતા. તેની બાજુમાં અન્ય ચાર
બેરલ પડયા હતા, જેમાં પીળાશ?પડતું પ્રવાહી હતું તેમજ અન્ય છ બેરલ જમીનમાં દાટેલા
જણાયા હતા તેમાં પણ પ્રવાહી હતું. રૂા. 50,000ના 2000 લિટર આ આથાનો ત્યાં જ નાશ કરાયો
હતો. આગળ તપાસ કરાતાં ચીકુના ઝાડ નીચેથી 63 કેરબા મળી આવ્યા હતા, જેમાં 1260 તૈયાર
દેશી દારૂ મળ્યો
હતો. રૂા. 2,52,000નો આ દારૂ પોલીસે જપ્ત કર્યો હતો. લાખો-કરોડોની કિંમતનો દેશી દારૂ બનાવાય છે, પીવાય
છે અને વેચાય છે ત્યારે આવી કામગીરી તમામ પોલીસ મથકોમાં હાથ ધરાય તો આ બદી કાબૂમાં
આવે તેમ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.