• સોમવાર, 30 ડિસેમ્બર, 2024

વિન્ડિઝ વિરુદ્ધ ટી-20માં બાંગલાદેશની પહેલીવાર ક્લીનસ્વીપ

સેંટ વિન્સેટ, તા.20: બાંગલાદેશે પહેલીવાર વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટી-20 સિરીઝમાં ક્લીનસ્વીપ કર્યું છે. ગઇકાલે રમાયેલી ત્રીજી અને આખરી ટી-20 મેચમાં બાંગલાદેશનો વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 80 રને સરળ વિજય થયો હતો. 190 રનના વિજય લક્ષ્યાંક સામે કેરેબિયન ટીમ 16.4 ઓવરમાં 109 રનમાં ડૂલ થઇ હતી. બાંગલાદેશના 20 ઓવરમાં 7 વિકેટે 189 રન થયા હતા. પ્લેયર ઓફ ધ મેચ જાકેર અલીએ 41 દડામાં 3 ચોગ્ગા અને 6 છગ્ગાથી વિસ્ફોટક 72 રન કર્યાં હતા. પરવેઝ હુસેને 39, મહેંદી હસન મિરાજે 29 રન કર્યાં હતા. વિન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડને 2 વિકેટ મળી હતી અને બાદમાં ટીમ તરફથી 33 રનની સર્વાધિક ઇનિંગ્સ રમી હતી. આ સિવાય જોનસન ચાર્લ્સે 23, નિકોલસ પૂરને 1પ રન કર્યાં હતા. કપ્તાન રોવમેન પોવલ બે રને આઉટ થયો હતો. બાંગલાદેશ તરફથી રિશાદ હુસેને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. મહેંદી અને તસ્કીનને 2-2 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd