મોસ્કો, તા.
20 : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વર્ષ 2024ના અંતિમ સંબોધનમાં દેશની જનતાના
સવાલોના જવાબ આપ્યા હતા. યુક્રેન સાથે યુદ્ધ રોકવા માટે અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરવાની તૈયારી પણ પુતિને બતાવી હતી. રૂસી રાષ્ટ્રપતિએ જણાવ્યું
હતું કે, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે બ્રિક્સ વિશે યોગ્ય જ વાત કરી હતી. `િબ્રક્સ' સંગઠન કોઇની
પણ વિરુદ્ધ કામ કરતું નથી. ત્રણ કલાક અને 17 મિનિટના સંબોધન દરમ્યાન પુતિને કહ્યું
હતું કે, `િબ્રક્સ'
સંગઠન `પશ્ચિમ
વિરોધી' નથી. માત્ર આ સંગઠનમાં પશ્ચિમના દેશો સામેલ નથી.