• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

શાળાકીય હેન્ડબોલમાં ગુજરાતની ટીમમાં બે કચ્છી છાત્રની પસંદગી

કેરા (તા. ભુજ), તા. 16 : કચ્છના શાળાકીય સ્પર્ધાઓના બદલાતા સિનારિયોની સાક્ષીએ હેન્ડબોલમાં આ સરહદી જિલ્લાના બે છાત્ર ગુજરાતની ટીમમાં પસંદગી પામ્યા છે. ભુજની માતા રતનબેન દેવજી વરસાણી કુમાર વિદ્યાલયના છાત્રો આશાણી કેયૂર હરજી (ભારાપર-માંડવી), વેકરિયા જિનેશ નારાણ (કોડાય-માંડવી)ની પસંદગી ગુજરાતની શાળાકીય હેન્ડબોલ ટીમમાં થતાં જિલ્લાનું ગૌરવ વધ્યું હતું. હેન્ડબોલના ત્રણેય વયજૂથની જિલ્લાકક્ષાની હરીફાઇમાં મેદાન મારનાર આ વિદ્યાલયે વિવિધ હરીફાઇઓમાં કૌવત જાળવી રાખ્યું છે. તે સબબ રાજ્ય અને રાષ્ટ્રસ્તરે પસંદગીઓ થતી રહે છે. સફળતા બદલ ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા, કેળવણીકાર કેશરાભાઇ પિંડોરિયા, દાતા શ્રેષ્ઠી ધનજીભાઇ વરસાણી `દરબાર', સંચાલક વસંત પટેલ, આચાર્ય કોમલબેન ઠક્કર, કોચ જેતાભાઇ રબારીએ સફળ છાત્રોને અભિનંદન આપ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang