ફમુંબઇ, તા. 12 : ટીમ ઇન્ડિયાને ટી-20 વર્લ્ડ કપ-2024 અને આઇસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી-202પ જીતાડનાર રોહિત શર્માના દિલમાં
હજુ પણ વન ડે વર્લ્ડ કપ-2023ની હાર દિલમાં
ડંખે છે. અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે મળેલી હારને લીધે રોહિતનું
વર્લ્ડ કપ ટ્રોફીનું સપનું અધુરું રહ્યું હતું. હવે કેરિયરના આખરી પાડવમાં રોહિત ખુલીને
કહે છે કે તેનું હવે એકમાત્ર લક્ષ્ય ભારતને વન ડે વિશ્વ કપ વિજેતા બનાવવાનું છે. આઇસીસીના એક કાર્યક્રમમાં શર્માએ જણાવ્યું હતું
કે 2027 વર્લ્ડ કપ તેની કેરિયરનું મોટું
મિશન છે. હું પ0 ઓવરનો વિશ્વ કપ જોઇને મોટો થયો છું. તે
જ સૌથી મોટો મંચ છે. હું સાચે જ તે ટ્રોફી જીતવા માગું છું. તેના માટે પૂરી તાકાત લગાવી
દઇશ. દેશ માટે વિશ્વ કપ જીતવો છે. રોહિતની આ વાત પરથી એવું કહી શકયા કે તેના માટે આ
ફકત એક ટૂર્નામેન્ટ નહીં, પણ અધુરી વાર્તાનો
આગળનો આધ્યાય છે. 38 વર્ષીય રોહિત
ફિટ રહેવા માટે મહેનત કરી રહ્યો છે. તેણે વજન પણ ઓછું કર્યું છે. ન્યુઝીલેન્ડ સામે
તે રન કરી શકયો ન હતો, પણ ઓસ્ટ્રેલિયા-આફ્રિકા
સામે તે ઝળકયો હતો. રોહિતની સાથોસાથ વિરાટ કોહલી પણ 2027નો વન ડે વિશ્વ કપ રમવા ઉત્સુક
છે. રોહિતના નામે 282 વન ડે મેચમાં
33 સદી અને 61 અર્ધસદીથી 11પ77 રન છે.