• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

આફ્ટરનૂન ક્રિકેટ ક્લબની સ્પર્ધામાં શ્રીરામ વિજયી

માધાપર, તા. 11 : માધાપરમાં છેલ્લાં 36 વર્ષ ક્રિકેટને જીવંત રાખતી આક્ટરનૂન ક્રિકેટ ક્લબ દ્વારા આ વર્ષે પણ યોજાયેલી સિઝનમાં રોજ ચાર ટીમ વચ્ચેની ટક્કરમાં શ્રીરામ સુપર સિક્સ જિગર બારમેડાની ટીમ ચેમ્પિયન અને ગણેશ સુપર સિક્સ કૈલાસ આહીરની ટીમ રનર્સઅપ થઇ છે. જ્યારે પ્રકાશ આહીરની શિવ ઇલેવન અને નીલેશ પીનારાની શ્રીકૃષ્ણ ઇલેવન પ્રથમ રાઉન્ડમાં હારી ગઇ હતી. ગોગા મેદાન પર રમાયેલી મેચના અંતે  માધાપરના માજી સરપંચ અરજણ ભુડિયા અને નવચેતન અંધજન મંડળના  જીણાભાઇ ડબાસિયાના હસ્તે ઇનામો અપાયાં હતાં. મેન ઓફ ધ સિરીઝ દીપક ઠક્કર, બેસ્ટ બેટ્સમેન વિશાલ બારમેડા, બેસ્ટ બોલર કૈલાસ આહીર, બેસ્ટ ફિલ્ડર વિજય રહ્યા હતા, જ્યારે સમગ્ર ટૂર્નામેન્ટમાં સુંદર બેટિંગ માટે પ્રકાશ આહીર અને બેસ્ટ બોલર પાર્થ બારમેડા અને સિઝનમાં આકર્ષક સિક્સર માટે દિપમ સોનીને શિવજી રબારીએ ઇનામ આપ્યાં હતાં. વિશાલ બારમેડા, દીપક મહેશ્વરી, નીરવ પંડયા, દિલીપ મહેશ્વરી, જિગર બારમેડા, કચ્છ ક્રિકેટમાં પોતાનું નામ રોશન કરેલા કૈલાશભાઇ આહીર અને નિલેશભાઇ પીનારા ઇનામોના સ્પોન્સર રહ્યા હતા. આયોજન-વ્યવસ્થા શિવજી રબારી, પ્રફુલ્લ સોની, નીરવ સોની, હિરેન સોની, પ્રકાશ સોની, દેવા રબારીએ અને સંચાલન મહેશ બારમેડાએ કર્યું હતું. 

Panchang

dd