• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

રાપરમાં ડીપીએલ ક્રિકેટ સ્પર્ધામાં બજરંગ ઇલેવન વિજયી

રાપર, તા. 12 : રાજપૂત સમાજ ડીપીએલ ગ્રુપ દ્વારા આયોજિત શ્રી દેશળ ભગત પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ-2026, ડીપીએલ-3નું આયોજન કરાયું હતું. પ્રભુ પરમાર, સંજય સોઢા, નીલેશ પરમાર, અરવિંદ ચાવડા, મુકેશ સોઢા, ભાવેશ પરમાર દ્વારા આયોજન કરાયું હતું. ચિત્રકૂટ સ્ટેડિયમ રાપરમાં રમાયેલી ટુર્ના.માં દાતા તરીકે છ આયોજક તથા નારણભાઇ ભોજક, ગીજેશભાઇ ચાવડા, હરજીભાઇ ચૌહાણ, હિતેશભાઇ કાંબરિયા, શંભુજી મકવાણા, હસમુખભાઇ પરમાર, મનીષભાઇ સોલંકી, સુરેશભાઇ સોઢા રહ્યા હતા. છ ટીમે ભાગ લીધો હતો જેમાંથી ફાઇનલમાં જય માતાજી ઇલેવન અને બજરંગ ઇલેવન પહોંચી હતી જેમાં બજરંગ ઇલેવન વિજેતા થઇ હતી. વિજેતા કેપ્ટન વિનય મકવાણાને આયોજકોના હસ્તે ટ્રોફી અપાઇ હતી. મેન ઓફ ધ સિરીઝ અને ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ ખુમાણ ચાવડા, બેસ્ટ બેટસમેન આદિત્ય ચાવડા, બેસ્ટ બોલર સાગર ભોજક રહ્યા હતા. 

Panchang

dd