કોલંબો, તા.12 : બિન અનુભવી ઓમાન ટીમ વિરુદ્ધ
10પ રનની મહાજીત સાથે સહયજમાન શ્રીલંકા ટીમ
ટી-20 વર્લ્ડ કપના ગ્રુપ બીમાં ટોચ
પર આવી ગયું છે. બે મેચમાં બે જીતથી તેના 4 પોઇન્ટ છે અને નેટ રન રેટ પણ પ્લસ 3.12પ થઈ ગયો છે. આ ગ્રુપની અન્ય
બે ટીમ ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે એક-એક જીત સાથે બીજા-ત્રીજા નંબર પર છે. શ્રીલંકાના
પ વિકેટે 22પ રનના જવાબમાં ઓમાન ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 120 રન કરી શકી હતી. શ્રીલંકા તરફથી પ્લેયર ઓફ મેચ પવન રત્નાયકેએ
28 દડામાં 8 ચોગ્ગા-1 છગ્ગાથી 60, કુસલ મેન્ડિસે
4પ દડામં 7 ચોક્કાથી 61, કપ્તાન દાસૂન શનાકાના ફક્ત
20 દડામાં 2 ચોગ્ગા-પ છગ્ગાથી આતશી પ0 અને કામિંડુ મેન્ડિસના અણનમ 19 રન મુખ્ય હતા. શનાકાએ શ્રીલંકા
તરફથી સૌથી ઝડપી અર્ધસદી કરી હતી. ઓમાન તરફથી જિતેન રામાનંદીએ 2 વિકેટ લીધી હતી. 226 રનના ટાર્ગેટ સામે ઓમાને સમયાંતરે
વિકેટ ગુમાવી હતી. મોહમ્મદ નદીમે સંપૂર્ણ ધબડકો અટકાવીને પ6 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી પ3 રન બનાવ્યા હતા. આ સિવાય વસીમ અલીના 27 રન હતા. કપ્તાન જતિંદર સિંઘ
સહિતના બાકીના ઓમાન બેટર સીંગલ ફીગરમાં આઉટ થયા હતા. શ્રીલંકા તરફથી દુશ્મંતા ચમીરા, મહીશ તિક્ષ્ણાએ 2-2 વિકેટ લીધી હતી.