• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

મોદી આજથી નવા વડાપ્રધાન કાર્યાલય સેવાતીર્થમાં બેસશે

નવી દિલ્હી, તા. 12 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે શુક્રવારે નવી વડાપ્રધાન કચેરી `સેવાતીર્થ'માં બેસવાનું શરૂ કરશે. મોદી બપોરે દોઢ વાગ્યે આ સંકુલનાં નામનું અનાવરણ કરશે. ત્યારબાદ સાંજે છ વાગ્યે સેવાતીર્થ અને કર્તવ્ય ભવન-એક તેમજ બેનું ઉદ્ઘાટન પણ કરશે. વડાપ્રધાન જાહેર કાર્યક્રમને સંબોધન કરશે. બંને કર્તવ્ય ભવનમાં કેન્દ્ર સરકારના મંત્રાલયોના નવા કાર્યાલય હશે. અત્યારે પીએમઓ અને મંત્રીઓની ઓફિસ નોર્થ, સાઉથ બ્લોકમાં છે.આ બંને ઇમારત 105 વર્ષથી દેશમાં સત્તાનું કેન્દ્ર મનાતી રહી છે. અહીં 1921થી સરકારી વિભાગોના કામકાજ ચાલે છે.  

Panchang

dd