ગાંધીધામ, તા. 12 : અખિલ કચ્છ જોગી સમાજ દ્વારા ગાંધીધામ ડી.સી.-5 આદિપુર ગ્રાઉન્ડ ખાતે જોગી પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં કુલ 8 ટીમે ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટમાં ખેલાડીઓની પસંદગી ઓક્શન દ્વારા કરાઈ હતી. જય માતાજી ઇલેવન-આદિપુર ફાઇનલમાં વિજેતા તથા ઉપવિજેતા માલણ ઇલેવન-સમાઘોઘા ટીમ બની હતી, મેન ઓફ ધ સિરીઝ યસ જોગી, બેસ્ટ બેટ્સમેન અક્ષય જોગી, બેસ્ટ બોલર બિપિન જોગી, બેસ્ટ ફિલ્ડર પ્રવીણ જોગી રહ્યા હતા,ભાગ લેનારા સમાજના તમામ ખેલાડીઓને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટૂર્નામેન્ટમાં મુખ્ય સહયોગ કાંતિલાલ જેસંગભાઈ જોગી પરિવારે આપ્યો હતો. ટીમ ઓનર તરીકે પ્રવીણ જોગી, હર્ષદ જોગી, હિતેષ જોગી, દિનેશ જોગી, માલશી જોગી, લખન જોગી, અરાવિંદ જોગી, નવીન જોગી, હરેશ જોગી રહ્યા હતા, મુખ્ય અતિથિ તરીકે કાંતિલાલ જોગી, શૈલેન્દ્ર જોગી, વાઘજીભાઈ જોગી, જેમલભાઈ જોગી સહિતનાની હાજરીમાં ઈનામ વિતરીત કરાયાં હતાં. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જે.પી.એલ. સમિતિના સભ્યોએ સહકાર આપ્યો હતો.