માંડવી, તા. 23 : બિદડા ખાતે કચ્છ બિદડા વી.ઓ.
જૈન મહાજન સંચાલિત બિદડા પાંજરાપોળ અને ગૌશાળાના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં
આવ્યું હતું. ગૌસેવા અને જીવદયાના સેવાકાર્યને પ્રોત્સાહન મળે તેમજ કચ્છની લોકસંસ્કૃતિ
અને લોકડાયરાની સમૃદ્ધ પરંપરા જીવંત રહે તેવા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી
સંખ્યામાં ધર્મપ્રેમી ઉપસ્થિત રહ્યા હતા. લોકડાયરામાં જાણીતા કલાકાર નિલેશ ગઢવી, સાહિત્યકાર જીતુદાન ગઢવી તથા ભજનીક શ્યામ ગઢવીએ
સાજિંદાઓની સંગાથે લોકસાહિત્ય, ભજન અને લોકડાયરાની વિવિધ પ્રસ્તુતિઓ
રજૂ કરી હતી. આ સેવાભાવી આયોજનનું સૌજન્ય મુક્તાબેન મણીલાલ (પટેલ) ફુરિયા પરિવાર દ્વારા
આપવા આવ્યું હતું. આ પ્રસંગે પાંજરાપોળના પ્રમુખ શાંતિલાલભાઇ દેઢીયાએ જણાવ્યું હતું
કે, હાલના દુષ્કાળના સમયમાં પકશુધનની સેવા અને ગૌમાતાના નિભાવ
માટે આવા સેવાકીય આયોજનો ખૂબ જ આવશ્યક છે. દાતા પરિવારે ગૌસેવાના કાર્યમાં સહયોગ આપીને
ઉદાહરણ પૂરું પાડયું છે. તેમણે વિસ્તારના તમામ દાતાઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો
હતો. દાતા પરિવાર ભરતભાઇ ફુરિયાએ જણાવ્યું હતું કે, ગૌમાતાની
સેવા અને જીવદયાના કાર્યમાં સહભાગી બનવાની તક મળવી એ આમારા માટે સૌભાગ્યની વાત છે.
ગૌમાતાને સહયોગ અને સેવા મળી રહે તેવા ઉદ્દેશ સાથે દર વર્ષે આવા કાર્યક્રમોનું આયોજન
કરવાનો અમારો પ્રયાસ રહે છે. આ પ્રસંગે મુંબઇ ચારણ સમાજના પ્રમુખ વાલજીભાઇ બનાયત. જિ.પં.
સભ્ય વાલજીભાઇ સંઘાર, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશભાઇ સંઘાર,
મંગલભાઇ સંઘાર, હરેશભાઇ શાહ, ભવાનજીભાઇ રામાણી, રોહિતભાઇ સોની, એમ.વી. ગઢવી સહિતના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સંચાલન દિનેશભાઇ નાગુએ કર્યું હતું.