અંજાર, તા. 23 : અંજાર તાલુકાના વિવિધ ગામોમાં
વિકાસની ગતિને વધુ તેજ બનાવવાના હેતુસર ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રીએ રૂા.
440 લાખના ખર્ચે થનાર 152 જેટલા વિકાસકામના વર્કઓર્ડર
સરપંચોને આપ્યા હતા. અંજાર તાલુકા પંચાયત ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વર્ષ 2026-27ની 15 ટકા વિવેકાધીન ગ્રાન્ટ, એ.ટી.વી.ટી. અને ધારાસભ્ય ગ્રાન્ટ હેઠળ મંજૂર
થયેલા કુલ રૂા. 440 લાખના 152 કામની વહીવટી મંજૂરીની પ્રક્રિયા
પૂર્ણ કરી 100 ટકા વર્કઓર્ડર એકસાથે સરપંચોને
સુપરત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, તાલુકાના વિવિધ ગામોમાં વિકાસના કામો સમયસર
શરૂ થાય અને લોકોને ઝડપથી તેનો લાભ મળે તે હેતુથી તમામ વર્કઓર્ડર એકસાથે આપવામાં આવ્યા
છે. આ કામો થકી ગામોમાં રસ્તા, પાણી, ગટર
સહિતની પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનશે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ,
તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો
તેમજ મોટી સંખ્યામાં સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.