• બુધવાર, 18 નવેમ્બર, 2026

લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કામે લાગી જવા હાકલ

ગાંધીધામ શહેર કોંગ્રેસનું સ્નેહમિલન યોજાયું

ગાંધીધામ, તા. 17 :  ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યાલય ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. શહેર પ્રમુખ ભરતભાઈ ગુપ્તાએ  આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે દરેક વોર્ડમાં મિટિંગ કરી લોકોના પ્રશ્નોને વાચા આપવા કાર્યકર્તાઓને કામે લાગી જવા આહવાન કર્યું હતું અને વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થશે તેવી આશા વ્યક્ત કરી હતી. હાજી જુમ્માભાઈ રાયમા અને સંજયભાઈ ગાંધીએ  મહાનગરપાલિકા લોકોને પીવાનું પાણી તથા રોડ-રસ્તા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે, ત્યારે લોકો વચ્ચે જઈને તેમના પ્રશ્નોને વાચા આપી, લાગતા-વળગતા અધિકારીઓ સુધી રજૂઆત કરી પ્રશ્નો હલ કરીશું, જરૂર પડે તો મહાનગરપાલિકા સામે કોંગ્રેસ દ્વારા આંદોલન જેવા કાર્યક્રમો આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. ચેતનભાઈ જોષી અને ગનીભાઈ માંજોઠીએ ગાંધીધામ વિસ્તારમાં સફાઈ પાછળ લાખો રૂપિયા ચૂકવવામાં આવે છે છતાં પરિસ્થિતિ સુધરતી નથી, અનેક વિસ્તારોમાં રોડલાઈટ બંધ છે અને સરકારી રામબાગ હોસ્પિટલમાં આરોગ્ય જેવી  સુવિધાનો અભાવ જોવા મળે છે, ત્યારે લોકોને સુવિધા મળી રહે તે દિશામાં પ્રયાસ જરૂરી છેનું કહ્યું હતું. કાર્યક્રમમાં નિતેશભાઇ લાલણ,બી.ટી. મહેશ્વરી, અબેઝભાઈ યેશુદાસ, ભરતભાઈ આહીર, રાધાસિંહ ચૌધરી, ઉમાબેન સેની, કોકીલાબેન ઘેડા, બળવંતાસિંહ ઝાલા. બિન્દુબેન યાદવ, ઇસ્માઈલભાઈ માંજોઠી, કપિલભાઈ પાંધી સહિતના મોટી સંખ્યામાં આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શહેર કોંગ્રેસના મહામંત્રી લતીફ ખલીફાએ આભારવિધિ કરી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd