ભુજ, તા. 12 : ગુજરાતના નામાંકિત આંતરરાષ્ટ્રીય
ખ્યાતી પ્રાપ્ત કાર્ડિયોલોજિસ્ટ ડો. રમેશ કાપડિયાનું અમદાવાદ ખાતે 92 વર્ષની વયે અવસાન થયું છે.
હૃદયરોગ ચિકિત્સા અને સંશોધન યોગીની ઉપમા મેળવનાર સદગત ડો. કાપડિયાએ પોતાની જીવન યાત્રાના
અંતિમ પડાવ સુધી દર્દીઓ સાથે જીવન સંપર્કમાં રહ્યા હતા. ડો. રમેશ કાપડિયાના પરિવાર
માટે નિકટ નાતો ધરાવતા શાંતિ નિકેતાન ફાઉન્ડેશનના મોભી યોગેશભાઈ દોશીએ જણાવ્યું હતું
કે 26 ઓક્ટોબર 1934ના જન્મેલા સદ્ગત શ્રી કાપડિયાનું
શુક્રવારે અવસાન થયું સદ્ગતના પાર્થિવ દેહને રવિવારે સવારે 9થી 11.30 દરમિયાન નિવાસસ્થાન 93, કૈલાશ સોસાયટી, શિવરંજની ......, અમદાવાદ ખાતે રાખવામાં આવશે. તેમના અંતિમ ..... રવિવારે સવારે 11.30 વાગ્યે કરાશે. પ્રાર્થનાસભા
રવિવારના 13ના સાંજે પથી 7 વિધુભવન હોલ ખાતે રખાશે. સદગતની કાપડિયાએ હૃદયરોગના વધતા પ્રભાવને
અંકુશમાં લેવા માટે આગોતરી તકેદારી રાખવા હેતુ યુનિવર્સલ હિલીંગ પ્રોગ્રામ શરૂ કર્યો
હતો. આધુનિક ચિકિત્સા અભિગમને સાથે જોડીને તેમણે હૃદયરોગની સારવારને ઓછી ખર્ચાળ અને
વિશેષ અસરકારક બનાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. સદગતને 1998માં હૃદયરોગ ક્ષેત્રે યંગમેન્સ
ગાંધીધામ એસો. દ્વારા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ડો. કાપડિયાએ ભુજમાં કચ્છમિત્ર, લોહાણા મહાજન, લાયન્સ
હોસ્પિટલ અને શાંતિ નિકેતન ફાઉન્ડેશન આયોજિત કાર્યક્રમમાં ચાવી રૂપ વકતવય આપ્યું હતું.
સદ્ગતની કાપડિયાની માર્ગદર્શક સલાહના આઘાતે કચ્છમાં પણ અનેક દર્દીઓ હૃદયરોગને લગતી
સારવાર મેળવતા હતા. ડો. કાપડિયાના નિધનથી તબીબી જગતને મોટી ખોટ પડી છે તેવું શ્રદ્ધાંજલિ
અર્પતા જણાવ્યું હતું. હૃદયરોગ અટકાવવા અને તણાવમુક્ત જીવન જીવવા માટે ડો. કાપડિયાએ
ગુજરાત-હિન્દી અને અંગ્રેજીમાં 10થી વધુ પુસ્તક પણ લખ્યા હતા. યુ-ટયુબના માધ્યમથી ડો. કાપડિયા
દર્દીઓને માર્ગદર્શન પૂરું પાડયા હતા.