• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

દરેક કામમાં શિવને સાક્ષી બનાવીએ

પાલારા, તા. 12 : જીવનમાં દરેક કામમાં શિવને સાક્ષી બનાવીએ તો સફળતા જરૂર મળશે. ભોલેનાથની ભક્તિ માણસને સાચા અને સારા માર્ગ પર ચાલતા શીખડાવે છે. ભુજના ભાગોળે આવેલા પાલારા મહાદેવ મંદિર ખાતે યોજાયેલા શ્રાવણી અમાસ મહોત્સવ દરમિયાન સન્માન સમારોહના અવસરે મંચસ્થ મહાનુભાવે વ્યક્ત કર્યો હતો. રમેશ ગાગલ, પ્રવીણાબેન દિપક મોતા અને નુતનબેન અશ્વિન મોતા દંપતિના યજમાનપદે લઘુરુદ્ર, હોમાત્મક યજ્ઞ સહિતના વૈદિક કાર્યો કરાયા હતા. સાગર ગોર અને પ્રવીણ મારાજ કર્મકાંડના આચાર્યો રહ્યા હતા. આ અવસરે પાલારાનાં ખેડૂત કાનાભાઇ દેવરાજ ગાગલ તરફથી યાત્રાધામમાં શિવભક્તોની સુવિધા વધારવા હેતુએ બે એકર જમીન ભેટ આપવા બદલ વિશેષ બહુમાન કરાયું હતું. શિવાની ગાગલ સન્માનપત્રનું વાંચન કર્યું હતું. દાતા સ્વ. ચંદ્રકાંત વિસનજી ગોર હસ્તે મયુર ગોર, રાધાબેન કુંવરજી દબાસિયા માધાપરનું યોગદાન મળ્યું હતું. લખમણ કરમણ બતા (પ્રમુખ પ્રાંથળિયા આહીર સમાજ લોડાઇવરી), વિજય ગોર (પ્રમુખ ભુજ રાજગોર સમાજ), કૈલાશ હરિભાઇ જાટિયા, ભરતગિરિ ગોસ્વામી, નીતિન કેશવાણી, ભૂપેન્દ્ર માકાણીબી. બી. પરમાર (પાલારા જેલ અધિક્ષક) મંચસ્થ રહ્યા હતા. આગામી દિવસોમાં યાત્રાધામ ખાતે સ્વ. પાંચાભાઇ દેવરાજ ગાગલ પ્રવેશદ્વાર નિર્માણ હેતુએ ભૂમિપૂજન ગાગલ પરિવારના મેઘીબેન, વેજીબેન અને કરશનભાઇ હસ્તે કરાયું હતું. વિવિધ દાતાઓ સ્વ. પુષ્પાબેન ઉગાણી, મેઘીબેન પાંચાભાઇ, વાલાભાઇ બતા, દિનેશ ભાવાણી રહ્યા હતા. શિલ્પાબેન ગણાત્રા રહ્યા હતા. રમેશ કેરાસિયા, અરવિંદ કાનજી અજાણી, વિવિધ ક્ષેત્રના અગ્રણી કાનજી ચંદે, જગદીશ ગોર, મહેશ અજાણી, પંકજ માકાણી, વીરેન નાગુ, ચંદ્રકાંત મોતા, મહેશ અજાણી વિ. ઉપસ્થિત રહ્યા હતા.અરવિંદ ગોર,સામજી ગાગલ, પ્રફુલ જોશી, જગદીશ ગોર, કિશોર બાપુ, માવજી આહીર,પ્રાણલાલ જોશી, જયેશ જોશી, પ્રભુ મારાજ, દિપક આશારિયા, પાલારા-ઝીંકડી આહીર સમાજ વિગેરે સહયોગ આપ્યો હતો. સંચાલન વસંત અજાણીએ કર્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd