• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

અંજારમાં ઈદે મિલાદુન્નબીની ઉજવણી : જુલૂસનું કરાયું ઠેરઠેર સ્વાગત

અંજાર, તા. 26 : અંજાર ખાતે મહંમદ પયંગબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત રાબેતા મુજબના રૂટ ઉપર સવારે શેખટિબાથી શરૂ થઈને ઈદગાહ, ગંગાનાકા, લક્ષ્મી ટોકીઝ પાસેથી ખત્રીચોક, દેવળિયા નાકા, બસ સ્ટેશન રોડથી મસ્જિદે અક્સા એકતાનગર સુધી જુલૂસ(રેલી) કાઢવામાં આવ્યું હતું. આ જુલૂસમાં અંજારના તમામ મુસ્લિમ સમાજો તથા મુસ્લિમ યુવા સંગઠન વિગેરે દ્વારા જુલૂસમાં જોડાયેલા લોકો માટે પાણી. શરબત, નાસ્તા વિગેરેની સેવાઓ આપવામાં આવી  હતી. એકતાનગર મધ્યે મૌલાના સોયેબઅલી શેખલ હદીસવાળાનો તકરીરનો પ્રોગ્રામ પણ રાખવામાં  આવ્યો હતો. આ જુલૂસમાં અંજાર શહેર તથા અંજાર તાલુકાના તમામ મુસ્લિમ ભાઈઓ તથા આગેવાનો જોડાયા હતા. મુસ્લિમ આગેવાનો પ્રમુખ ગુલામશા હાજી સુમારશા શેખ (એડવોકેટ), સૈયદ આમદશાબાપુ, સૈયદ રહીમબાપુ, સૈયદ કાસમશાબાપુ, સૈયદ બાદરમિયાંબાપુ, સૈયદ મહેબૂબશા ઉર્ફે બુધુબાવા, શેખ હાજી જુસબશા હાજી જમનશા, હાજી ભચલશા ઈબ્રાહીમશા શેખ, શેખ અકબરશા જારૂશા (માજી કાઉન્સિલર), હાજી ઈસ્માઈલ ખત્રી, હાજી સતાર ખત્રી, હાજી મામદભાઈ ખત્રી, ડો. હાજી ઈસ્માઈલભાઈ બાયડ, ડો. આદીલભાઈ બાયડ, જાફરભાઈ બાયડ, રજાક હુસેનભાઈ બાયડ (પટેલ), મામદહુસેન (કાઉન્સિલર), મજિદભાઈ ખત્રી (કાન્સિલર), હાજી ઓસમાણશા ભુરાશા, મજિદ રાયમા, એકતાનગર કમિટી તથા અન્ય સેવાકીય કમિટીઓ વિગેરે જોડાયા હતા. આ જુલૂસના પદાઅધિકારીઓનું દેવળિયા નાકે સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ટ્રાફિક ન થાય તે માટે બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Panchang

dd