• મંગળવાર, 21 જુલાઈ, 2026

ચાતુર્માસ દરમ્યાન દરેકે ધાર્મિક આરાધનામાં જોડાઇ જવા આહ્વાન

ભુજ, તા. 19 : આઠ કોટિ મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ ભુજ સંચાલિત વર્ધમાનનગર આઠ કોટિ સ્થાનકે પૂ. વિમળાબાઇ મહાસતીજી આદિઠાણા-4નો ધાર્મિક નારાઓ સાથે ચાતુર્માસ પ્રવેશ થયો હતો. આ અવસરે પૂ. કરુણાબાઇ મહાસતીજી આદિઠાણા-2 તથા પૂ. સા. દૃષ્ટિયશાજી મ. સા. આદિઠાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. જૈન સંઘ ભુજના પ્રમુખ વિનોદભાઇ મહેતા, રાજુભાઇ વોરા, અભય શાહ, વર્ધમાનનગર અધ્યક્ષ રાહુલ મહેતા, વર્ધીલાલ પારેખ, હસમુખ વોરા, ઇશ્વરભાઇ દેસાઇ, ધીરજભાઇ પારેખ, વાડીલાલ વોરા, સાગર વોરા, ચેતન સંઘવી, નીમેશ શાહ, વીરેન સંઘવી, કીર્તિભાઇ વોરા, પ્રબોધ મુનવર, હરીશ લોડાયા, હીરાચંદ છેડા, મહેન્દ્ર લોડાયા, અતુલ શાહ, કિરીટ શાહ, રસિકલાલ શાહ, જયેન્દ્ર શાહ, દર્શક શાહ, ભાવેશ દેસાઇ તથા શ્રાવક - શ્રાવિકાઓ સામૈયામાં જોડાયા હતા. સ્થાનકે પૂ.શ્રીએ માંગલિક શ્રવણ કરાવતાં ચાતુર્માસમાં થનારી આરાધનાની સમજ પૂરી પાડી ચાતુર્માસના ચાર મહિના દરેકે ધાર્મિક આરાધનામાં જોડાઇ જવા આહ્વાન કર્યું હતું. આ અવસરે બિદડાના સેવાભાવી ડોક્ટર ખુશાલભાઇ તથા કે. કે. હોસ્પિટલના ડોક્ટર રૂગ્વેદભાઇ ઠક્કરનું સંઘ દ્વારા બહુમાન કરાયું હતું. આ તકે ઉત્તરથાન સૂત્ર વહોરાવવાના ચડાવાનો લાભ વેલુબેન કાંતિલાલ વોરા તથા કુંવરબેન ખીમજી વોરા પરિવાર, માનતુંગ - માનવતી ચરિત્ર વહોરાવવાનો લાભ રાહુલભાઇ મહેતા, વર્ધીલાલ પારેખ, હસમુખભાઇ વોરા પરિવારોએ લીધો હતો. સંપૂર્ણ ચાતુર્માસ અને નવકારશીનો લાભ વેલુબેન કાંતિલાલ વોરા, દિવાળીબેન હેમચંદ વોરા, મણિબેન માવજી વોરા, કુંવરબેન ખીમજી વોરા, કમળાબેન નાનાલાલ ઉકરશી તથા પૂ. અદિતિબાઇ મહાસતીજીના સંસારપક્ષના પરિવારજનોએ લીધો હતો. 

Panchang

dd