• મંગળવાર, 21 જુલાઈ, 2026

ગાંધીધામની વિકાસગાથામાં કચ્છમિત્રનું નોંધપાત્ર યોગદાન

ગાંધીધામ, તા. 20 : બહોળો વાચકવર્ગ ધરાવતા અને પ્રત્યેક કચ્છીજનોનો સાચો મિત્ર   એટલે  સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સંચાલિત જન્મભૂમિનાં અગ્રણી અખબાર કચ્છમિત્ર 80મા પ્રવેશ કરતાંની સાથે આજે સવારેથી શુભેચ્છાનો પ્રેમ વાચકવર્ગએ વરસાવ્યો હતો. આ પ્રસંગે ગાંધીધામના સર્વાંગી વિકાસમાં કચ્છમિત્રની નોંધપાત્ર ભૂમિકા રહી હોવાની લાગણી ગાંધીધામના ધારાસભ્યએ વ્યક્ત કરી હતી. ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, કચ્છમિત્ર એવું અખબાર છે, જે માત્ર સમાચાર પહોંચાડવાનું કામ નથી કરતું, પરંતુ સમાજના સર્વાંગી વિકાસની દિશામાં કચ્છમિત્રએ અદકેરી ભૂમિકા ભજવી છે. કચ્છમાં જળસંચયની વાત હોય કે કચ્છના વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે એજ્યુકેશન એઁક્સપો તેમજ મહિલા ઉત્થાન જેવા અનેક મુદ્દામાં પત્ર નહીં, પરંતુ મિત્ર એવા કચ્છમિત્રે નોંધપાત્ર કાર્ય કર્યું છે. સામાજિક ઉતરદાયિત્વની સાથોસાથ કચ્છનાં આર્થિક પાટનગર તરીકે જાણીતા ગાંધીધામ સંકુલના વિકાસમાં નોંધાપાત્ર યોગદાન આપ્યું છે. મહાનગરપાલિકાના કારોબારી ચેરમેન તેજસભાઈ શેઠે કચ્છમિત્રના 80મા જન્મદિવસની શુભેચ્છા  પાઠવી હતી. કચ્છમિત્ર દેશ વિદેશમાં વસતા કચ્છીઓને સચોટ માહિતી પૂરું પાડતું રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી. કચ્છમિત્ર ગાંધીધામ ન્યૂઝ બ્યૂરો ખાતે કચ્છમિત્રના 80મા વર્ષમાં મંગલ પ્રવેશની ઉજવણી કરી હતી. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, કારોબારી ચેમ્બર  તેજસભાઈ શેઠ, ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડ તથા મંત્રી મહેશભાઈ તીથાર્ણી, ખજાનચી કૈલેસ ગોર, ગાંધીધામ બ્યૂરોના વડા ઉદય અંતાણી, ર્કોર્પોરેટ બ્યૂરોના વડા અઝીમ શેખ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કેક કાપીને ઉજવણી કરાઈ હતી. વહેલી સવારથી શહેરના અનેક અગ્રણીઓએ કચ્છમિત્રને શુભેચ્છા પાઠવતાની સાથે ઓવરણાં લીધા હતા. મોડી સાંજ સુધી  વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, પદાધિકારીઓએ શુભેચ્છાનો વસાદ વરસાવ્યો હતો. ગાંધીધામ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન પ્રેમ લાલવાણી, મુકેશ લખવાણી, વીશનીબેન ઈસરાણી, નરેશ ધનવાની, ડો. દુર્ગેશ લાલચંદાણી, સીઈઓ સુરેશ કેશવાણી, બ્રાન્ચ મેનેજર રવિ પમવાનીએ શુભેચ્છા પાઠવી હતી. રામકૃજ્ઞ સેવા ટ્રસ્ટના પ્રમુખ મોહન ધારશી ઠક્કર, ગાંધીધામના બાળરોગ નિષ્ણાત તબીબ રાજેશ માહેશ્વરીએ અખબારની પ્રગતિને બિરદાવી હતી. મુંદરાના પૂર્વ ધારાસભ્ય અને કંડલા પોર્ટ એસસી એસટી યુનિયનના પ્રમુખ વાલજીભાઈ દનીચાએ કચ્છમિત્રએ કચ્છ, કચ્છી  અને કચ્છીઓના વિકાસમાં જાગૃત પ્રહરી તરીકે નીડર, તટસ્થ અને વિશ્વસનીય ભૂમિકા ભજવી હોવાનું જણાવ્યું હતું  તેમજ તેઓ કચ્છમિત્ર સાથે જોડાયેલા હતા તે સમયની યાદ તાજી કરી હતી. આ વેળાએ યુનિયનના હોદ્દેદારો કૈલાસ સાસિયા, મનોજભાઈ જોડાયા હતા. એચ.એમ.એસ યુનિયનના પ્રમુખ એલ. સત્યનારાયણ, લલીત વરિયાણી, મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ ઉપસ્થિત રહી અખબારને અનેક શુભકામનાઓ પાઠવી હતી. કંડલા પોર્ટ કર્મચારી સંઘના પ્રમુખ રાણાભાઈ વીસરિયા, પ્રદિપ કોચત, અનવર માંજોઠી, સંદીપ પરમાર, જગદીશ ઠક્કરે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ, જીડીએના પૂર્વ ચેરમેન મધુકાંતભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, તાલુકા ભાજપના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી મહેન્દ્રભાઈ જુણેજા, શામજીભાઈ વિરડા, વનાભાઈ રબારી, ઘેલાભાઈ ભરવાડ, ડો. આનંદભાઈ ઠક્કર, મીનાબેન સોની, પૂજાબેન ગોસ્વામી, મહેશદાન ગઢવી, સાગર શુક્લા, કમલેશ પરિયાણી, રાજભા ગઢવી, ગાંધીધામ મેઘવંશી મારૂ સમાજના પ્રમુખ રમેશભાઈ મારૂ, મંત્રી ભરતભાઈ મંગરિયા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયા, કોંગ્રેસના નિતેશભાઈ લાલણ, રાધાસિંઘ ચૌધરી, તાલુકા કોંગ્રેસના પ્રમુખ  દેવેન્દ્રસિંહ ઝાલા, આદિપુરના કચ્છમિત્રના પ્રતિનિધિ પ્રદિપભાઈ જોષી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ગાંધીધામ બ્યૂરોના ક્રાઈમ  રિપોર્ટર મનજીભાઈ બોખાણી, કુલદીપ દવે, રજનીકાંત કોટડિયા, કચેરી સહાયક અનિલ બડિયા સહિતનાએ સહકાર આપ્યો હતો. કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી મહેશ પંથી સમાજના પ્રમુખ જીવરાજ ભાંભીએ કચ્છમિત્રની માત્ર કચ્છમાં જ નહીં વિશ્વભરમાં ફેલાયેલી હોવાની લાગણી વ્યક્ત કરી  હતી. સમાજ દ્વારા કચ્છમિત્ર ગાંધીધામ બ્યૂરોના કર્મચારીઓનું સન્માન કરાયું હતું. આ વેળાએ વિવિધ વિસ્તારના પ્રમુખો પ્રહલાદ ઠોઠિયા, જેઠાલાલ પાતારિયા, પ્રકાશભાઈ પાતારિયા, દેવજીભાઈ રતડ, હિરેનભાઈ આયડી, અશોકભાઈ ઘેલાહીરાભાઈ ધુવા, અર્જુનભાઈ આયડીપંકજભાઈ સંજોટ, ખભુભાઈ કાગી, ગોવિંદભાઈ ધેડા, પપ્પુભાઈ ધનકાની જોડાયા હતા.

Panchang

dd