ન્યૂયોર્ક, તા. 20 : ફૂટબોલ વર્લ્ડ કપના ફાઇનલમાં
સ્પેનની 1-0ની ઐતિહાસિક જીત પછી તુરંત
તનાવપૂર્ણ માહોલ બની ગયો હતો. આર્જેન્ટિનાની હાર બાદ મિડફિલ્ડર લિએન્ડ્રા પરેડેસ અને
સ્પેનના કેટલાક ખેલાડીઓ વચ્ચે મારામારી થઈ હતી. હારથી હતપ્રભ આર્જેન્ટિનાના કેટલાક
ખેલાડી કાબૂ ગુમાવી બેઠા હતા. આ દરમિયાન સ્પેનના અનુભવી ખેલાડી એરિક ગાર્સિયાને ઇજા
પણ થઈ હતી. ઘટનાની ગંભીરતા સમજીને આર્જેન્ટિનાના કોચ લિયોનલ સ્કોલોની વચ્ચે પાડયા હતા
અને પોતાના ખેલાડીઓને પાછળ હટાવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી
વાઇરલ થયો છે. ફૂટબોલ ચાહકો આર્જેન્ટિનાના ખેલાડીઓની ખેલભાવનાની ટીકા કરી રહ્યા છે.