ન્યૂયોર્ક, તા. 20 : આ ફાઇનલ બે પેઢી વચ્ચેનો પણ
મુકાબલો હતો. એક તરફ 39 વર્ષીય મેસ્સી
હતો, તો બીજી તરફ 20 વર્ષીય લામિન યમાલ હતો. મેસ્સી
ફરી મેજિક કરશે તેવી બધાને આશા હતી, પણ સ્પેનના મિડફિલ્ડ અને ડિફેન્સે મેસ્સીને ખુલીને રમવાનો મોકો આપ્યો ન હતો.
બીજી તરફ યમાલે સતત આર્જેન્ટિનાના ડિફેન્સ પર હુમલા કર્યા હતા.