• મંગળવાર, 21 જુલાઈ, 2026

અજરખપુર ખાતે અખિલ કચ્છ ખત્રી સમાજની અંડર-22 ટૂર્નામેન્ટ યોજાઈ

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 20 : અજરખપુર યુવા સર્કલ દ્વારા તાજેતરમાં અખિલ કચ્છ અંડર-22 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઇનલમાં વેસ્ટ ઝોન નખત્રાણાએ 44 રનથી વિજય મેળવી ટ્રોફી પર કબજો જમાવ્યો હતો, જ્યારે યાકુત (અજરખપુર)ની ટીમ ઉપવિજેતા રહી હતી. ટૂર્નામેન્ટમાં બેસ્ટ બોલર ઉરવા ખત્રી (ડાયમંડ અજરખપુર), બેસ્ટ બેસ્ટમેન ફૈઝાન ખત્રી (ડિસ્ટ્રોયર ધમડકા), મેન ઓફ ધ સિરિઝ ફાઈઝ ખત્રી (ડાયમંડ અજરખપુર)ને વિશેષ પુરસ્કારોથી સન્માનિત કરાયા હતા. ફાઈનલ ઇનામ વિતરણ વખતે ઉપસ્થિતો દ્વારા ખેલકૂદની ભાવનાને અનુસરી યુવાનોને રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રસ લેવા જણાવાયું હતું. આભારવિધિ ઈરફાન ખત્રીએ કરી હતી.

Panchang

dd