મુંદરા, તા.
20 : લોકશિક્ષણ અને લોકકલ્યાણના ધ્યેયને વરેલા સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સંચાલિત જન્મભૂમિ ગ્રુપનાં
મજબૂત અંગ અને કચ્છનાં લોકલાડીલા અખબાર કચ્છમિત્રના 80મા જન્મદિવસની આજે કચ્છભરની સાથે
મુંદરામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
મુંદરાના વરિષ્ઠ આગેવાનો,
સંસ્થાઓના પ્રતિનિધિઓ, રાજકીય પક્ષોના અગ્રણી,
સામાજિક, ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ, સરકારી તંત્રનાં વરિષ્ઠ અધિકારીઓએ એક મંચ પર કેક કાપી એકબીજાને મીઠું કરી અખબારનો
જન્મોત્સવ મનાવ્યો હતો અને એક અખબાર સાથે લોકોનો કેટલો પોતીકપણાનો ભાવ છે એ લાગણી છલકાઈ
હતી.
અહીંનાં રોટરી હોલ મધ્યે સવારે વિવિધ ક્ષેત્રના અગ્રણી અને કચ્છમિત્રપ્રેમી
સૌ નાગરિકો એકત્ર થયા હતા. મુંદરા પ્રાંત અધિકારી ભગીરથાસિંહ ઝાલા, શહેરના પ્રથમ નાગરિક ભોજરાજભાઈ ગઢવી,
મુંદરા તા. પં. પ્રમુખ પ્રતિનિધિ સ્વરૂપાસિંહ જાડેજાના હસ્તે કેક કાપીને
ઉજવણીનો આરંભ થયો હતો. આ પહેલાં માંડવી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ
મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ જાતે ઉપસ્થિત ન રહી શકયાનું કહીને કચ્છમિત્રને જન્મદિનની
વધુને વધુ પ્રગતિની શુભેચ્છા પાઠવી હતી. અદાણી પોર્ટ એન્ડ સેઝના એક્ઝિ. ડાયરેક્ટર રક્ષિતભાઈ
શાહે કચ્છમિત્રને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. ગાંધીધામ- મુંદરા પૂર્વ ધારાસભ્ય રમેશ
મહેશ્વરીએ પણ સંજોગોવસાત ઉપસ્થિત ન રહી શક્યાનું જણાવી કચ્છમિત્રને શુભકામના વ્યક્ત
કરી હતી.
કેક કટિંગ બાદ સૌએ એકબીજાને મીઠું મો કરી કચ્છમિત્ર પ્રત્યેનો
પ્રેમભાવ વ્યક્ત કર્યો હતો.
ખાસ ઉપસ્થિત બ્રહ્માકુમારીઝ મુંદરા કેન્દ્રના વડા સુશીલા દીદી, પ્રદેશ ભાજપ મહિલા મોરચાનાં ઉપપ્રમુખ છાયાબેન
વિશ્રામભાઇ ગઢવીએ આશિર્વચન સાથે કહ્યું કે, કચ્છમિત્રનો 80મા
વર્ષમાં પ્રવેશ એ સીમાચિહ્નરૂપ ઘટના છે અને
હવે નવી ઊર્જા સાથે વધુ આગળ વધે એવી શુભકામના છે.
રોટરી પરિવારના સહયોગથી રોટરી હોલમાં આયોજન બાદ કચ્છમિત્રના
મુંદરા બ્યૂરોમાં પણ શુભેચ્છાઓ સતત મળી રહી હતી. મુખ્ય શુભેચ્છકોમાં શહેરના પૂર્વ અને
પ્રથમ પ્રમુખ કિશોરાસિંહ પરમાર, પૂર્વ
પ્રથમ મહિલા અધ્યક્ષા રચનાબેન જોશી, તાલુકા ભાજપ હોદ્દેદારો,
તાલુકા કોંગ્રેસ હોદ્દેદારો, કોંગ્રેસ અને મુસ્લિમ
સમાજ આગેવાન સલીમભાઈ જત, શહેર ભાજપ પ્રમુખ અરાવિંદભાઈ પટેલ અને
હોદ્દેદારો, મુંદરા બિલ્ડર અને હોટેલ એસો.ના ભોગીલાલભાઈ ચાવડા,
તાલુકા જૈન સમાજ અગ્રણી ભૂપેન્દ્રભાઈ મહેતા, અદાણી
કોર્પોરેટ કોમ્યુનિકેશન વિભાગનાં હેડ જયદીપભાઇ
શાહ, રમેશભાઈ મહેશ્વરી વગેરેએ શુભકામના પાઠવી હતી.
શુભેચ્છાઓનો વરસાદ
કચ્છમિત્ર જન્મદિવસે રોટરી હોલમાં સૌએ રૂબરૂ, કચ્છમિત્ર બ્યૂરો કચેરીએ તેમજ ટેલીફોનિક સંદેશાઓ
દ્વારા શુભેચ્છા પાઠવી હતી. આ શુભેચ્છકોમાં તાલુકા ભાજપ પ્રમુખ શક્તાસિંહ જાડેજા, મુંદરા તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી, નગરપાલિકા ચીફ ઓફિસર વૈભવ વ્યાસ, મુંદરા શહેર પીઆઇ શક્તાસિંહ રાણા, પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન
મહેન્દ્ર ગઢવી, પૂર્વ
તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામ ગઢવી, પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી કીર્તિ રાજગોર, જે.પી. મહેશ્વરી, બ્રહ્મસમાજ પ્રમુખ મુકેશ ગોર,
આશુતોષ શાપિંગના ભાવેન ઠક્કર,એમ્ટી યાર્ડ એસો.
ના હરશ્યામાસિંહ પરમાર, શિવપારસ ગ્રુપના ધર્મેન્દ્ર જેસર, મુંદરા સુધરાઈ પૂર્વ કારોબારી ચેરમેન
ડાયાલાલ આહીર, રોટેરિયન
અતુલ પંડયા, કાનજી ગઢવી (આર.ડી. શાળા), પ્રાગપર પી. આઈ એ. કે. ભરવાડ, એએસઆઈ ગોપાલભાઈ ધુઆ, મુંદરા મરીન પી.આઈ. એમ. ડી. ઝાલા,
રામાણિયા સરપંચ બળવંતાસિંહ ગોહિલ, કરસન ગઢવી,
પ્રતાપપર શાળા, કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી
ઉર્મિલાબેન ગઢવી, અમિત સોરઠિયા, હિમાલય
જોષી, મહાવીરાસિંહ જાડેજા સમાઘોઘા, ગૌરીશંકર
કેશવાણી, હુસેનભાઇ તલાટી,
સુલતાન તુર્ક, રફિક તુર્ક, દિનેશ માલમ, ધારાશાસ્ત્રીઓ પી ડી જાડેજા, ગજરાજાસિંહ જાડેજા,
ઇમરાન મેમણ, ખારેક કેન્દ્રના બી.એ. બૈડિયાવદરા
સંજય બાપટ, સમીર ગોરનો સમાવેશ થાય છે.