• મંગળવાર, 21 જુલાઈ, 2026

મોટી ખોંભડીમાં ધાણીપાસાનો દાવ ખેલતા સાત જુગારી પકડાયા

ભુજ / ગાંધીધામ, તા. 20 : નખત્રાણા તાલુકાના મોટી ખોંભડીમાં ગઇકાલે રાતે ધાણીપાસા વડે જુગાર રમતા સાત ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા. બીજીતરફ ગાંધીધામના બસ સ્ટેશન પાસે અપના પાર્કિંગમાં ખુલ્લામાં જુગાર રમતા ચાર શખ્સને પોલીસે ઝડપી પાડયા છે. ગઇકાલે રાતે પેટ્રોલિંગ દરમ્યાન નખત્રાણા પોલીસને બાતમી મળી હતી કે, મોટી ખોંભડીમાં નવીન ગોસ્વામીના ઘરની બહાર ખુલ્લા આંગણામાં ધાણીપાસાનો જુગાર રમાઇ રહ્યો છે. આ બાતમીનાં પગલે પોલીસે દરોડો પાડી જુગાર રમતા નવીન નારણગર ગોસ્વામી, મામદ કરીમ ખલીફા, રમજુ હુસેન લુહાર, મુબારક ઇસ્માઇલ લુહાર (રહે. તમામ મોટી ખોંભડી), સતાર અલાના કુંભાર (રસલિયા), સલીમ ઓસમાણ કાઠી (કોટડા જ.) અને મામદ મીઠુ હજામ (મથલ)ને રોકડા રૂા. 11,400, ત્રણ મોબાઇલ કિં. રૂા. 10,500 એમ કુલે કિં. રૂા. 21,900નો મુદ્દામાલ કબજે લઇ જુગારધારા તળે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજીતરફ ગાંધીધામના શહેરના બસ સ્ટેન્ડ નજીક અપના પાર્કિંગમાં જાહેરમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડયો હતો. અહીં પત્તા ટીંચતા રમઝાન યાકુબ સંઘરિયાત, નુરા કાળુ ઢોળીકત, અબ્બાસ હબીબ સંઘરિયાત તથા રિયાઝ ગુલામ ટીંબલિયા નામના શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 10,150 તથા ગંજીપાના જપ્ત કરવામાં આવ્યા હતા.

Panchang

dd