અંજાર, તા.
20 : કચ્છના સૌથી વિશ્વસનીય, શિરમોર અને અગ્રણી દૈનિક `કચ્છમિત્ર'ના 80મા વર્ષમાં મંગળપ્રવેશ પ્રસંગે કચ્છમિત્ર
અંજાર બ્યૂરો કાર્યાલય ખાતે વિવિધ સામાજિક, ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક, વેપારી તથા સેવાકીય
ક્ષેત્રના અગ્રણીઓ, વાચકો અને શુભેચ્છકોએ શુભેચ્છા પાઠવી હતી.
આ વેળાએ કચ્છમિત્રની દાયકાઓથી ચાલી આવતી નિષ્પક્ષ, તટસ્થ અને
જનહિતલક્ષી પત્રકારિતાની સરાહના કરાઈ હતી. આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના
રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, `કચ્છમિત્રએ હંમેશાં લોકોના પ્રશ્નોને વાચા
આપી પ્રહરી તરીકે ઉમદું કાર્ય કર્યું છે. સરકારની કામગીરી અને લોકકલ્યાણ લક્ષી યોજનાઓને
લોકો સુધી પહોંચાડવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી
મહારાજે જણાવ્યું હતું કે, `કચ્છમિત્ર અખબાર કચ્છવાસીઓ સાથે આત્મીયતાથી
જોડાયેલું છે. કચ્છની સવાર કચ્છમિત્ર વિના અધૂરી કહેવાય. વર્ષોથી કચ્છમિત્ર માત્ર સમાચારપત્ર
તરીકે નહીં, પરંતુ સમાજને દિશા આપતા
વિશ્વસનીય માધ્યમ તરીકે કાર્ય કરવામા પોતાની ઉમદા ભૂમિકા નિભાવી રહ્યંy છે. સરહદ ડેરીના ચેરમેન અને કચ્છ કુરિયન
તરીકે જાણીતા વલમજીભાઇ હુંબલે જણાવ્યું હતું કે,
`આધુનિક યુગમાં પણ વાચકોનાં હૃદયમાં કચ્છમિત્રનું
સ્થાન અડીખમ છે. આહીર સમાજના અગ્રણી ઉદ્યોગપતિ અને ભુજોડી કન્યા છાત્રાલયના પ્રમુખ
બાબુભાઈ હુંબલે જણાવ્યું હતું કે, `કચ્છમાં શિક્ષણના વ્યાપને વધારવા કચ્છમિત્રના
પ્રયાસો કાબિલેદાદ છે, એજ્યુકેશન
એક્સપો જેવાં આયોજનથી કચ્છના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી માર્ગદર્શન સાથે
માધ્યમ પૂરું પાડયું છે. તેમણે ઉમેર્યું હતું કે, શૈક્ષણિક સેમિનાર,
સામાજિક જાગૃતિ અને લોકહિતના અનેક વિષયો પર સતત અભિયાન ચલાવી કચ્છમિત્રએ
સમાજને પ્રેરણારૂપ યોગદાન આપ્યું છે. જિલ્લા ભાજપના અગ્રણી વસંતભાઈ કોડરાણી અને માતૃસ્પર્શ
હોસ્પિટલના ડાયરેક્ટર તેમજ અંજાર શહેર યુવા ભાજપના પ્રમુખ આકાશભાઈ કોડરાણી,
શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ,
તાલુકા ભાજપના પ્રમુખ બી. એન. આહીર અને મંત્રી કાનજીભા આહીર,
અંજાર લોહાણા સમાજના પ્રમુખ કિશોરભાઈ ખટાઉએ જવાબદાર પત્રકારત્ત્વનાં
મૂલ્યોને જાળવીને કચ્છમિત્રે અવિરત પણે છેલ્લા આઠ દાયકાની યાત્રા કરીને વાચકવર્ગનો
વિશ્વાસ અકબંધ રાખ્યો છે. આજના ટેક્નોલોજીના સમયમાં કચ્છમિત્રના સમાચાર અને અહેવાલોની
વિશ્વનીયતા પ્રત્યે લોકોનો વિશ્વાસ અતૂટ રહ્યો છે. કચ્છમિત્રના 80મા વર્ષમાં મંગળ પ્રવેશ
નિમિત્તે અંજાર બ્યૂરો કાર્યાલયે દિવસભર શુભેચ્છકોની અવરજવર રહી હતી. આ અવસરે અંજાર
બ્યૂરોના પત્રકાર રશ્મિન પંડયા તથા તસવીરકાર કાંતિ ધોરિયાનું વિવિધ સંગઠનોના પ્રતિનિધિ
અને સામાજિક અગ્રણી દ્વારા સ્મૃતિચિહ્ન સાથે
અભિવાદન કરાયુ હતું. આ પ્રસંગે અંજાર સુધરાઈના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા,
કારોબારી ચેરમેન પ્રકાશભાઈ લોદરિયા, શાસક પક્ષના
નેતા આશિષભાઈ ઉદવાણી, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઇ સોરઠિયા,
ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ આહીર,
જૈન સમાજના અગ્રણી ડેનીભાઇ શાહ, કચ્છ સૌરાષ્ટ્ર
પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસીએશનના પ્રમુખ ગોપાલભાઈ માતા, શહેર
ભાજપ યુવા મોરચા મહામંત્રી હિતેનભાઈ સોરઠિયા, સંજયભાઈ પરમાર,
મનજીભાઈ આહીર, કચ્છ જિલ્લા કોંગ્રેસ મંત્રી દિનેશભાઈ
માતા, નગરસેવક રાજેન્દ્રાસિંહ ટી. જાડેજા, અંજાર ખરીદ વેચાણ સંઘના દુદાભાઇ બરાડિયા, એમએમએસ ઇન્ફ્રાના
રમેશભાઈ સોરઠિયા અને કાંતિભાઈ સોરઠિયા, ડી.સી. ઠક્કર,
અંજાર ખત્રી સમાજના અગ્રણી અને વેપારી રમજૂભાઈ ખત્રી, ઇસ્માઇલભાઈ ખત્રી, પૂર્વ નગરસેવક જિતેન્દ્રભાઈ ચોટારા,
સાગર સ્વીટના ભરતભાઈ પ્રજાપતિ, માનવ સેવા ચેરિ.
ટ્રસ્ટના મહેન્દ્રભાઈ કોટક, હસમુખભાઈ કોડરાણી, ધરતી કન્સ્ટ્રક્શનના જગદીશભાઇ હડિયા, કચ્છમિત્રના કાર્ટૂનિસ્ટ
રમેશભાઈ દેવરિયા, અમિત બુદ્ધ સહિતનાએ શુભેચ્છા પાઠવી હતી.