ભુજ, તા. 20 : આજે
અડધી રાત્રે જ્યુબીલી સર્કલથી વી.ડી. તરફ જતા માર્ગે સંતોષી માના મંદિર પાસે બે મિત્રોના
જુથ્થો વચ્ચે થયેલા લોહિયાળ મારામારીના પગલે ચકચાર પ્રસરી હતી આ ગંભીર બનાવના પગલે
પોલીસે આરોપીઓને ઝડપી આજે સાંજે બનાવ સ્થળે લઇ જઇ બનાવનું જાત પરીક્ષણ કરાવ્યું હતું.
મધ્ય રાત્રે જાહેરમાં થયેલી આ લોહિયાળ મારા મારીના વીડિયો સોશ્યલ
મીડિયામાં વાયરલ થતા આ બનાવ ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. બી-ડિવીઝન પોલીસે બનાવની ગંભીરતાના
પગલે આરોપીઓને ઝડપી સાંજે બનાવ સ્થળે આરોપીઓને લઇ જઇ બનાવનો જાત પરીક્ષણ કરાવ્યો હતો.
આ બનાવ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે દિનેશ જોશીએ કપિલ કલ્યાણ ચૌહાણ
અને તેની સાથેના રવિગિરિ ગુસાઇ અને કનકસિંહ ઉર્ફે લાલો વિરુદ્ધ જ્યારે કપિલ ચૌહાણે
દિનેશ જોગી અને તેની સાથેના બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ પાછળના કારણ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો
મુજબ આ બન્ને પક્ષો એક-બીજાના મિત્રો થાય છે. દસ-પંદર દિવસ પહેલા કપિલ પાસેથી દિનેશે
ભાઇબંધીના નાતે ઇકો ગાડી માંગી હતી અને એને
ના પાડી હતી. કપિલે સ્ટેટસ મુકતા દિનેશને મનમાં લાગીલ આવ્યું હતું. અને બાદ બન્ને વચ્ચે
ટેલિફોનીક માથાકૂટ થયા બાદ બન્ને જૂથના રાત્રે સંતોષી માના મંદિર પાસે ભેગા થતા બોલાચાલી
લોહિયાળ ધીંગાળામાં પરીણમી હતી. બન્ને પક્ષે ઘાયલ થતા સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલ
ખસેડાયા હતા.
બી-ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. એ.એમ. હેરમા, પી.એસ.આઇ. એમ.એચ. પટેલ અને પોલીસ સ્ટાફના ડાહ્યાભાઇ
ગઢવી તથા ડિ-સ્ટાફના કર્મચારીઓ આજે સાંજે આરોપીઓને ઝડપી ઘટના સ્થળે સંઘર્ષ સ્વરૂપે
લઇ બનાવનો જાત પરીક્ષણ કરાવ્યો હતો.