તંત્રી સ્થાનેથી.. : આવતીકાલે 20મી જુલાઇએ કચ્છમિત્ર લાખો વાચકો સાથેનાં
સહઅસ્તિત્વના 79 વર્ષ પૂરાં કરીને 80મા વર્ષમાં દમામભેર પ્રવેશ કરશે. 1947ની 20મી જુલાઇએ `િમત્ર'
માસિક શરૂ થયું... એ બીજારોપણમાંથી આઠ દાયકે કચ્છમિત્ર વિશાળ વટવૃક્ષ
બનીને કચ્છ તથા કચ્છીઓને શીતળ છાયા આપી રહ્યું છે. જમાનો બદલાઇ રહ્યો છે. વાચકોનો ટેસ્ટ
ફર્યો છે અને વાચકવર્ગ પણ થોડો બદલાયો છે. ટેકનોલોજીની ક્રાંતિનો વિસ્ફોટ થયો છે. દુનિયા
કૂદકા મારતી આગળ ધપી રહી છે. જૂનું ઘણું ઉત્તમ હોવા છતાં ભુલાતું જઇ રહ્યું છે. એ.આઇ.નો
ચોમેર હાઉ છે. ...એટલે જ કચ્છમિત્રના
જન્મદિન નિમિત્તે દર વર્ષની જેમ આ વખતે પણ વાચકોને જલ્સો પડી જાય એટલી સામગ્રી પીરસાશે
તેનો વિષય એ.આઇ. રાખ્યો છે... આશા છે કૃત્રિમ બુદ્ધિમત્તા વિશેની જાણકારી વાચકોને ગમશે.
રવિવારના અંકમાં મધુવન ઉપરાંત મેડિકલ વિશેષ પૂર્તિ પ્રસિદ્ધ કરી છે. કચ્છમિત્રનો જન્મદિન
કચ્છ ઉત્સવ બની રહે છે. મબલખ વાચન માટે આવતીકાલની રાહ જુઓ. સૌ વાચકમિત્રોનો આગોતરો
ઋણસ્વીકાર.