નખત્રાણા, તા.
20 : અહીંના કચ્છમિત્ર બ્યૂરો ખાતે કચ્છમિત્રની
80મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છ, બૃહદ કચ્છના પ્રાણ
પ્રશ્નોને તટસ્થતા અને નિષ્પક્ષ રીતે વાચા આપી લોકપ્રિયતા મેળવી છે અને વિશ્વસનીય કચ્છમિત્ર
સમાચારપત્ર ઉત્તરોત્તર પ્રગતિ કરે એવો આગેવાન વક્તાઓ દ્વારા શુભેચ્છાનો વરસાદ વરસાવવામાં
આવ્યો હતો. તાલુકા પ્રતિનિધિ છગનલાલ ઠક્કરે સ્વાગતવિધિ કરતાં કચ્છમિત્રની પ્રગતિના
મૂળમાં સૌ સંસ્થાઓના અગ્રણીઓ, વાચકો, વિજ્ઞાપન
દાતાઓની હૂંફ અને સહયોગને બિરદાવ્યો હતો. કચ્છના મહત્ત્વના પ્રશ્નોને ઉકેલવામાં મોખરે
કચ્છમિત્ર હજી પણ સરકાર અને લોકો સાથે રહે તેવું પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
કચ્છમિત્રના વાંચનથી સવાર થતી હોય છે. પ્રેસ મીડિયાને ટકાવી રાખવા કચ્છમિત્રનો મોટો
ફાળો છે. પદ્મશ્રી નારાયણ જોશી `કારાયલે' ચાહકોને
અભિનંદન આપ્યા હતા. કચ્છના ગામડે ગામડે ખૂણે- ખૂણે વર્ષોથી આપણો અવાજ બની કચ્છમિત્રએ
લોકચાહના મેળવી છે એવું આશીર્વચન આપતાં કથાકાર શાત્રી કિરણભાઇ મહારાજે જણાવ્યું હતું.
કચ્છમિત્ર ક્યારેક અનિવાર્ય સંજોગોમાં ન પહોંચે ત્યારે અફસોસ થતો, પણ આજના સમયમાં વિદેશમાં પણ લોકો કચ્છમિત્ર પેપર વાંચે છે તેવું નખત્રાણા નગરપાલિકાના
પ્રમુખ વસંતભાઇ વાઘેલાએ કહ્યું હતું. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા નિરોણા જિલ્લા
પંચાયત બેઠકના સભ્ય રાજેશભાઇ આહીરે કહ્યું કે, કચ્છના સરહદના
સંત્રી રહી કચ્છના મિત્ર રહી સારી નામના મેળવી છે. ક.જિ.ખ. વેચાણ સંઘના પ્રમુખ લાલજીભાઇ
રામાણીએ ખેતીવાડી વેપારના જાગૃતિપૂર્વકના સમાચારોને અગ્રતા આપતું કચ્છમિત્ર ઉત્તરોત્તર
પ્રગતિ કરે તેવી તથા ન.તા. ભાજપના પ્રમુખ ધર્મેશ કેશરાણીએ શુભેચ્છા વ્યક્ત કરી હતી.
દમયંતીબેન ડાહ્યાભાઇ સેંઘાણી, ચંદનસિંહ રાઠોડ, ધર્મેશ કેશરાણી, મોહનભાઇ શિવજી ધોળુ, લાલજીભાઇ રામાણી, પ્રવીણભાઇ ધનાણી, હરિસિંહ રાઠોડ, ભરતભાઇ સોમજિયાણી, નીતિનભાઇ ગોસ્વામી, બાબુભાઇ ધનાણી, નીતિનભાઇ ઠક્કર, હીરાલાલભાઇ સોની, ચેતનભાઇ ઠક્કર, લક્ષ્મણસિંહ જાડેજા, સૂર્યકાન્તભાઇ ધનાણી, કાનજીદાદા કાપડી, મિતેષભાઇ પલણ, ડો. સુભાષભાઇ જોશી, ડો. હિમાંશુ ગોસ્વામી, દીપકભાઇ આઇયા, જેન્તીભાઇ કારિયા, ચાંપશીભાઇ આઇયા, રાજેશ આઇયા, નખત્રાણા સર્ક્યુલેશનના હર્ષ જોશી,
વિવેક તન્ના, મેહુલ તન્ના સહિતના ઉપસ્થિત રહ્યા
હતા. સંચાલન રિતેશ આઇયાએ કર્યું હતું.