કોડાય, (તા.
માંડવી), તા. 19 : તાલુકાના મોટા ભાડિયા ગામે કમળા માતાજી સંચાલિત વાડી ખાતે આવેલાં
દુર્ગાધામમાં બે દિવસીય ધાર્મિક અને સામાજિક મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવે સમાજને
આજીવન સેવાઓ આપનારા અને સમાજના મંત્રી વડીલ ભીમશી બાપાનું ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ
અને સ્થાનિક ચારણ સમાજ દ્વારા પાઘડી, સન્માનપત્ર અને 1.51લાખના ચેક
સાથે વિશેષ સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ડો. કુંદનબેન ગઢવી, ડો. આશિષભાઈ ગઢવી (પીએચ.ડી., ચારણી સાહિત્ય), ડો. વૈષ્ણવીબેન ગીલવા (પીએચ.ડી.) અને
ડો. તીર્થકરદાન રોહડિયા (કચ્છ યુનિવર્સિટી)એ શિક્ષણ, સંશોધન અને
સમાજલક્ષી પ્રવૃત્તિઓ અંગે યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે લક્ષ્મણ મૂંધુડા, કુ. દર્શનાબેન જીવરાજ ગઢવી, કરસન બનાયત, સભાઈબેન વાછિયા બનાયત (એશિયન ગેમ્સ કબડ્ડી ખેલાડી), કરસન
ગઢવી, નાગાજણ ગઢવી, મુરજી કરસન બાનાયત સહિત
શિક્ષણ, આરોગ્ય, રમતગમત અને વિવિધ ક્ષેત્રોમાં
અગ્રેસર યુવા પ્રતિભાઓનું સન્માન કરાયું હતું.
કચ્છ ચારણ સમાજનાં શિક્ષણ ઉત્થાન માટે દાનની સરવાણી સમાજના શૈક્ષણિક ઉત્થાન
માટે દિલેરા દાતાઓ, જેમાં પ્રભુભાઈ રામભાઈ ગીલવા (પ્રમુખ માંડવી
તાલુકા ચારણ સમાજ) અને વાલજીભાઈ કરસનભાઈ બાનાયત (પ્રમુખ મુંબઈ ચારણ સમાજ) દ્વારા રૂા.
એક - એક લાખ, રામભાઈ દેવરાજભાઈ બાનાયત (કાંડાગરા), રમાભાઈ મંગાભાઈ મૌવર અને ભોજરાજભાઈ જખુભાઈ બાનાયત દરેક તરફથી રૂા. 51-51 હજારનું દાન જાહેર કરાયું હતું. સહયોગથી સંસ્થાને રૂ. 5ાંચ લાખનું માતબર દાન પ્રાપ્ત થયું હતું.
પૂ. આઈ કમળામાના સહયોગ-પ્રેરણાથી સેવકગણ દ્વારા માંડવી ખાતે ખીમકરણ દેવીદાન આલગા ચારણ
કન્યા છાત્રાલય માટે રૂા. ત્રણ લાખના ખર્ચે સોલાર રૂફટોપ સ્થાપિત કરવાની જાહેરાત પણ
કરવામાં આવી હતી. સંપૂર્ણ કાર્યક્રમના દાતા વાલજીભાઈ કરસનભાઇ બાનાયત (દાદર-મુંબઈ) રહ્યા
હતા. આ પ્રસંગે મુંબઈથી ઉપસ્થિત રહેલા ભરતભાઈ
ગઢવી, કમલેશભાઈ ગઢવી, રામભાઈ
ગઢવી, દેવાંગભાઈ ગઢવી, રાણશીભાઇ ગઢવી, કૌશિકભાઈ ગઢવી, કનૈયાભાઈ ગઢવી સહિત કચ્છ ચારણ સમાજના
આગેવાન અને મુંબઈ ચારણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાત્રે ગૌસેવાના લાભાર્થે
સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હરિભાઈ ગઢવી, પુનશીભાઈ ગઢવી, શ્યામભાઈ ગઢવી, મયૂર દવે અને શૈલેષ પરમારે ભજન અને સંતવાણી રજૂ કરી હતી. સંતવાણીમાં ગૌસેવા માટે રૂા. ત્રણ લાખનો સહયોગ પ્રાપ્ત
થયો હતો. મુંબઈ ચારણ સમાજના પ્રમુખ વાલજીભાઈ બાનાયતે સર્વે દાતાઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો
હતો.