અંજાર, તા. 11 : ભારત વિકાસ પરિષદ અંજાર શાખાની મહિલા સભ્યો
દ્વારા બાળસંસ્કાર પ્રકલ્પનું આયોજન કરાયું હતું. આ આયોજનમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ
લીધો હતો. પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ કરાયા બાદ બાળકોને વાર્તા, અભિનય, ગીત, પ્રશ્નોત્તરી,
યોગ અને વિવિધ રમતો દ્વારા ભારતીય સંસ્કૃતિ, સારા
સંસ્કારો અને નૈતિક મૂલ્યોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હતું. કાર્યક્રમના
અંતે બાળકોને ભેટ આપવામાં આવી હતી. આયોજનને સફળ બનાવવા માટે પ્રાંત મહિલા અને બાળ
વિકાસ સહકન્વીનર અરુણાબેન છાત્રે, શાખા મહિલા સહભાગિતા
રેખાબા જાડેજા, સહ-સંયોજિકા યોગીતાબેન પાઘડાળ તથા પ્રીતિબેન
સોલંકી, સુધાબેન સોલંકી, સિમ્પીબેન
માણેક તથા રેખાબા ઝાલા આયોજનમાં સહયોગી બન્યા હતાં.