• રવિવાર, 12 જુલાઈ, 2026

ગાંધીધામ અને વોંધમાં જુગારના દરોડામાં નવ ખેલી કાયદાના સકંજામાં

ગાંધીધામ, તા. 11 : શહેરમાં  જુગારના પડ ઉપર પોલીસે દરોડો પાડી બે મહિલા સહિત ચાર શખ્સને, જ્યારે ભચાઉ તાલુકાના વોંધમાં જુગટુ રમતા પાંચ ખેલીને પોલીસે દબોચ્યા હતા.  પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ નવી સુંદરપુરી તળાવડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો, જેમાં આરોપી દશરથભાઈ મૂળજીભાઈ પ્રજાપતિ, મનોજભાઈ વાઘજીભાઈ ઠક્કર, રસીલાબેન ઉર્ફે બોડી દોલતગર ગુંસાઈ, ધર્માબેન ખોડાભાઈ ઠાકોરની જુગાર રમવાના આરોપસર રોકડા રૂા. 13700 સાથે ધરપકડ થઈ હતી. ભચાઉ તાલુકાના વોંધ ગામમાં પુલિયાની બાજુમાં રામદેવપીર મંદિરની બાજુમાં લીમડાનાં ઝાડ નીચે કાર્યવાહી કરાઈ હતી. ગંજીપાના વડે જુગાર રમતા આરોપી માનસંગભાઈ છગનભાઈ કોળી, કાનાભાઈ છગનભાઈ કોળી, જીતુભાઈ અરજણભાઈ કોળી, અનવર ઈબ્રાહીમ કુંભાર, અકબર ફકિરમામદ ખલીફાને ઝડપી પાડયા હતા. કાયદાના સંકજામાં આવેલા ખેલીઓ પાસેથી  રોકડા રૂા.15,150 તથા પાંચ મોબાઈલ ફોન સહિત કુલ રૂા. 31150નો મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો.

Panchang

dd