• રવિવાર, 12 જુલાઈ, 2026

દરિયાના વેગીલા પવનથી માંડવી તાલુકામાં ચિંતા

કાઠડા (તા. માંડવી), તા. 11 : ખેડૂતો અને માલધારીઓ કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે અને આકાશ તરફ મીટ મંડાઇ છે, ત્યારે બુધવારે સાંજથી દરિયાઇ તરફના પવનની ગતિ વધતાં ખેડૂતો અને માલધારીઓના મોઢા ઉપર ચિંતાના વાદળ ઘેરાયા છે. માંડવીની કાંઠાળપટ્ટીમાં હજારો હેક્ટરમાં કપાસનું વાવેતર થઇ ચૂક્યું છે અને કપિત જમીન ખેડ અને વાવણીલાયક તૈયાર પડી છે. જો મેહુલિયો મહેરબાન થાય તો કપિત જમીનમાં વાવણી થઇ જાય, સાથે પિયત પાકોમાં વૃદ્ધિ આવી જાય એ આશાએ આકાશ તરફ મીટ મંડાઇ છે, ત્યારે દરિયાઇ પટ્ટીનો ગતિ વધારતો પવન દઝાડી રહ્યો હોવાનું ખેડૂતો અને માલધારીઓ કહી રહ્યા છે. જો કામાય સાઇડનો પવન લાગે તો થોડાક દિવસમાં વરસાદનું આગમન થઇ જાય, પણ આ દરિયાઇ સાઇડના પવન ઉપર વરસાદની આશા બાંધવી અઘરી છે તેવું વડીલો કહે છે. પવનની દિશા બદલાય તો સારું થાય નહીં તો વાવણી થયેલા પાક અને માલધારીઓના મોઢાની રોનક બદલવા લાગી છે. અહીંની કાંઠાળપટ્ટીમાં ક્ષાર વધી રહ્યો છે, જેણે પાકને વૃદ્ધિ અટકાવી દીધી છે. માત્ર બેથી ત્રણ આંગળીના કપાસ થઇને ઊભા છે. જમીનમાં કલર ભભૂકી રહ્યો છે જે કપાસને વધવા નથી દેતો. વરસાદ થાય તો રાસાયણિક ખાતરની જેમ પિયત પાકોમાં વૃદ્ધિ આવી જાય.

Panchang

dd